નેચર ક્લબ દ્વારા લોન્ચ કરાયું કલકલિયો’

નેચર ક્લબ દ્વારા લોન્ચ કરાયું કલકલિયો’

Dainik Bhaskar

Feb 26, 2014, 03:16 AM IST
સિટી રિપો‌ર્ટર સુરત
સિટીની નેચર ક્લબ દ્વારા કલકલિયો’ નામે એક એન્વાયરોમેન્ટ મેગેઝીન લોન્ચ કરવામાં આવ્યું છે. નેચર લવર લવકુમાર ખાચરે આ મેગેઝીનનું વિમોચન કર્યું હતું.
આ મેગેઝીનમાં ગુજરાત ભરના પર્યાવરણ પ્રેમીઓ અને પ્રકૃતિ પ્રેમીઓના પોતાના અનુભવો, તેમ જ વૃક્ષો, પ્રાણીઓ, પક્ષીઓ અને જળસૃષ્ટિ તેમ જ નેચરને લગતી
તમામ બાબતોને લગતી ઈન્ફર્મેશન પબ્લિશ કરાશે. આ મેગેઝિન ત્રિમાસિક છે.
નેચર ક્લબ દ્વારા શરૂ કરવામાં આવેલા આ મેગેઝિનમાં ગુજરાતની પ્રકૃત્તિ, ગુજરાતના નેચર અને લોકલાઇટ્સ દ્વારા કરવામાં આવતા સંશોધન પર વધારે ભાર મૂકાશે અને તેમાં ગુજરાતની જ વાઈલ્ડ લાઈફની ફોટોગ્રાફી પણ પબ્લિશ કરવામાં આવશે. નેચર ક્લબ દ્વારા નેચર લાઇફ સાથે જોડાયેલી મોટાભાગની બધી જ વાતોને આ મેગેઝીનમાં સમાવી લેવાશે.
X
નેચર ક્લબ દ્વારા લોન્ચ કરાયું કલકલિયો’
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી