તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • ફોસ્ટા પ્રમુખે ગેરવહીવટ કર્યાનો આક્ષેપૃચ્ ’સુરત ફોસ્ટાના ડિરેક્ટર ધનપત જૈને પ્રમુખ સંજય જગનાન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફોસ્ટા પ્રમુખે ગેરવહીવટ કર્યાનો આક્ષેપૃચ્/’સુરત ફોસ્ટાના ડિરેક્ટર ધનપત જૈને પ્રમુખ સંજય જગનાની સામે સીધો આક્ષેપ કરીને સલાબતપુરા પોલીસને એક અરજી આપી છે. અરજી મુજબ ઉત્તરાખંડની હોનારત વખતે ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓ પાસેથી રોકડ સહિ‌ત સાડી, ડ્રેસ મટીરીયલ્સ, તાડપત્રી સહિ‌તની રાહત સામગ્રીના ૨૦૦ પા‌ર્સલ તૈયાર કરાયા હતા. પરંતુ તે પૈકીની મોટા ભાગની સામગ્રી ઉત્તરાખંડના અસરગ્રસ્તોને પહોંચતી કરવામાં આવી નથી. રોકડ રકમની પણ ઉચાપત થયાની આશંકા છે.

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. સુરત

ઉત્તરાખંડમાં થયેલા જલ પ્રલય વખતે ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ ટ્રેડ‌ર્સ એસોસીએશન ((ફોસ્ટા)) દ્વારા ઉઘરાવવામાં આવેલી રાહત સામગ્રીના પા‌ર્સલ સમયસર જરૂરીયાતમંદ લોકો સુધી પહોંચ્યા નથી. આ પા‌ર્સલો હજુ પણ ફોસ્ટાના આગેવાનોએ સંગ્રહ કરીને પોતાના લાભ માટે રાખ્યાનો આક્ષેપ ફોસ્ટાના ડિરેક્ટરે કર્યો હતો.

ફોસ્ટાના ડિરેક્ટર ધનપત જૈને પ્રમુખ સંજય જગનાની સામે સીધો આક્ષેપ કરીને સલાબતપુરા પોલીસને એક અરજી આપી છે. આ અરજીમાં જણાવ્યા પ્રમાણે ઉત્તરાખંડની હોનારત વખતે શહેરની તમામ ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓ પાસેથી રોકડ રકમ સહિ‌ત સાડી, ડ્રેસ મટીરીયલ્સ, તાડપત્રી, મીણબત્તી, ધાબળા સહિ‌તની ચીજ વસ્તુઓ ઉઘરાવવામાં આવી હતી. રાહત સામગ્રીના ૨૦૦ પા‌ર્સલ તૈયાર કરાયા હતા. પરંતુ તે પૈકીની મોટા ભાગની રાહત સામગ્રી ઉત્તરાખંડના અસરગ્રસ્તોને પહોંચતી કરવામાં આવી નથી. રોકડ રકમની પણ ઉચાપત થયાની આશંકા છે.

ધનપત જૈને એવુ પણ જણાવ્યુ છે કે, આ મામલે પોલીસ દ્વારા તપાસ કરીને ગુનો દાખલ કરવામા નહીં આવે તો આગામી દિવસોમાં તેઓ કો‌ર્ટના દ્વાર ખખડાવીને સીઆરપીસી ૨૦૨ મુજબની ઇન્કવાયરીની પણ માંગણી કરવાના છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

વધુ વાંચો