- Gujarati News
- ((((((((((પાંડેસરા ડબલ મર્ડર બોક્સ))))))))))))))))))પડતા આખડતા ભાગેલા પાંચેય તસ્કરોને પણ નાની મોટી ઇજા થઇ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
((((((((((પાંડેસરા ડબલ મર્ડર બોક્સ))))))))))))))))))પડતા આખડતા ભાગેલા પાંચેય તસ્કરોને પણ નાની મોટી ઇજા થઇ
પડતા આખડતા ભાગેલા પાંચેય તસ્કરોને પણ નાની મોટી ઇજા થઇ
પાંડેસરાની બંધ હાલતમાં પડેલી રાજસન્સ મિલમાં ચોરી કરવા માટે ઘુસેલી રાજકુમાર પાસવાનની ટોળકીએ બે વ્યક્તિની હત્યા કરી છે. મિલની ઉંચી દિવાલ કુદીને ભાગવા જતા આ તમામ તસ્કરોને હાથે પગે નાની મોટી ઇજાઓ થઇ હતી. ખાસ કરીને દિપુ પદારથ યાદવ અને અરવિંદ ગૈતમ તેમજ સુરજ શાહુને હાથ-પગે ઇજા થઇ હતી. આ પાંચેય આરોપીઓ મિલના કમ્પાઉન્ડમાં હતા અને પોલીસ તેમજ સ્થાનિક લોકો આવી ગયાની જાણ થતા પડતા આખડતા ભાગ્યા હતા અને ત્યારે તેમજ મિલની ૧૨ ફુટ જેટલી ઉંચી દિવાલ કુદીને ભાગતા હતા ત્યારે તેમને ઇજાઓ થઇ હતી. પોલીસના હાથમાં ઝડપાયેલા આ તમામને પ્રાથમિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા. જો કે, આ તમામને સામાન્ય ઇજા હોવાથી તેમનું ડ્રેસીંગ કરીને પરત પોલીસને હવાલે કરવામાં આવ્યા હતા.