તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • વધુ એક કારમાંથી કાચ તોડી ટેપ અને મોબાઈલની ચોરી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વધુ એક કારમાંથી કાચ તોડી ટેપ અને મોબાઈલની ચોરી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.સુરત
સુમુલ ડેરી રોડ પર આવેલી શાંતિનીકેતન સોસાયટીના રોડ મેરામણ ધીવાળાના પુત્ર પ્રવિણભાઇની કાર પાર્ક કરેલી હતી.જેમાં સોમવારના વહેલી સવારે ફન્ટી લઇને બે ચોર આવ્યા અને રોડ પર પડેલી સ્વીફટ કારનો કાચ તોડી તેમાં રહેલું મ્યુઝીક સીસ્ટમ અને મોબાઇલ ફોન લઇ ગયા સાથે નજીકમાં પડેલી અન્ય એક કારમાંથી પણ કારટેપની ચોરી કરી નાસી છુટયા હતા.
પ્રવિણભાઇ મેરામણભાઇ ગોરીયા સુમુલ ડેરી રોડ પર આવેલી શાંતીનિકેતન સોસાયટીમાં રહેતા હતા.જેઓ રવિવારે રાત્રે તેમની સ્વીફ્ટ કારનં જીજે-પ-સીકે-૯૯૨૧ બંગલાની બહાર રોડ પર પાર્ક કરી હતી.વહેલી સવારે ફન્ટી કારમાં બે ચોર આવ્યા અને સ્વીફટ કારનો ડ્રાઇવર સીટની બાજુની સીટ સાઇડનો કાચ તોડી તેમાં રહેલું કારટેપ અને સેમસંગ કંપનીનો મોબાઇલ ફોન મળી કુલ ૧૭પ૦૦ની મતાની ચોરી કરી હતી.આ ઉપરાંત બાજુમાં પડેલી અન્ય એક કારમાંથી પણ ૨ હજારની મતાના કારટેપની ચોરી કરી ચોર નાસી છુટયા હતા.ચોરી કરનારા પ્રવિણભાઇના બંગલા બહાર લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગયા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

વધુ વાંચો