તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • આખરે સીએનજીના ભાવ ઘટાડાનો લાભ હવે મુસાફરોને પણ મળશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આખરે સીએનજીના ભાવ ઘટાડાનો લાભ હવે મુસાફરોને પણ મળશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કરન્યૂઝ.સુરત

રિક્સા ચાલકો દ્વારા ભાવ ઘટાડાનો અમલ કરવામાં ન આવ્યો તો તેઓ રિક્સા ડીટેઇનની કામગીરી શરૂ કરી દેશે.રિક્સા ચાલકો દ્વારા નવા વિસ્તારો અને રેલવે સ્ટેશન પર અજાણ્યા મુસાફરો પાસેથી અણઘડ રીતે નાણા લેવામાં આવે છે, તે લુચ્ચાઇ બંધ કરી દેવા માટે આરટીઓ કમિશ્નર બાબુભાઇ પ્રજાપતિએ તમામ રિકસા યુનિયનોના આગેવાનોને ચિમકી આપી હતી. તેમણે જણાવ્યુકે રિક્સા એસોસિયેશન દ્વારા એક વખત ભાવ ઘટાડો ઘોષિત કરવામાં આવ્યા પછી શહેરના તમામ વિસ્તારોમાં સરપ્રાઇઝ ચેકીંગ કરવામાં આવશે. તેમાં કોઇ રિક્સા ચાલક નિયત કરતા વધારે ભાવ લેતા જણાયો તો તેની રિક્સા સ્થળ પરજ ડીટેઇન કરી લેવાશે. આ ઉપરાંત નવા વિસ્તારોમાં જે રીતે ભાવ વધારો લેવામાં આવી રહ્યો છે, તે નહી ચલાવી લેવા રિકસાના તમામ યુનિયનોને ચેતવણી આપી હતી. રિક્સા યુનિયનોએ આવા રિક્સા ચાલકોની ફરિયાદ જાતે આરટીઓને કરવા માટે ખાતરી આપી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

વધુ વાંચો