તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • પોલીયોની કામગીરીમાં વપરાતી બસમાંથી બેટરીની ચોરી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોલીયોની કામગીરીમાં વપરાતી બસમાંથી બેટરીની ચોરી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.સુરત
પોલીયો નાબૂદી અભિયાનની કામગીરી ચાલી રહી છે.ત્યારે રવિવારના રોજ દિવસભર કામગીરી પૂર્ણ કર્યા બાદ રાત્રે રૂદરપુરા ચાલ પાસે આવેલા હેલ્થ કેમ્પના કમ્પાઉન્ડમાં બસ પાર્ક કરેલી હતી.ત્યારે રાત્રી દરમિયાન તેમાં રહેલી બેટરી ચોરી કરી કોઇ નાસી ગયું હતું.
ભુપતદાન માધુભાઇ ટાપરીયા વરાછા સહારા સ્ટેશન પાછળ રહે છે.જેમની મીની બસ જીજે-પ-ઝેડ-૯૬૪ હાલમાં ચાલી રહેલા પોલીયો નાબુદી અભિયાનમાં ચાલી રહી હતી.રવિવારના રોજ પોલીયોની કામગીરી પુરી કરી રાત્રે બસ રૂદરપુરાની લાપસીવાલની ચાલ પાસે બનાવેલા હેલ્થ કેમ્પના કમ્પાઉન્ડમાં પાર્ક કરવામાં આવી હતી.જે રવિવારની રોજ રાત્રી દરમિયાન કોઇ ચોર આવી તેમાં રહેલી એક્સાઇડ કંપનીની ૪ હજારની મતાની બેટરીની ચોરી કરી નાસી છુટયો હતો.બીજા દિવસે ડ્રાઇવર દ્વારા બસ ચાલુ કરતા શરૂ થઇ ન હતી.જે તપાસ કરતા તેમાંથી બેટરીની ચોરી થઇ હોવાનું જાણવા મળ્યું ંહતું.ચોરીની અઠવા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

વધુ વાંચો