તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • લિંબાયતની કિશોરી પર દુષ્કર્મ આચરનારને દસ વર્ષની કેદ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લિંબાયતની કિશોરી પર દુષ્કર્મ આચરનારને દસ વર્ષની કેદ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત: લિંબાયતની૧૧ વર્ષિ‌ય કિશોરીને રૂપિયા દસની લાલચ આપી રાત્રે ખુલ્લાં મેદાનમાં દુષ્કર્મ આચરનારા આરોપીને આજે એડિશનલ સેશન્સ જજ પી.પી.શાહે દસ વર્ષની કેદ, પાંચ હજારનો દંડ અને દંડ નહી ભરે તો વધુ છ માસની સજાનો હુકમ કર્યો હતો. હુકમ આપતી વખતે કો‌ર્ટે ટાંકયુ હતું કે આવા કૃત્યો પર કો‌ર્ટ નરમ વલણ ન દાખવી શકે.
લીંબાયત્ની ૧૧ વર્ષિ‌ય કિશોરી તા.૧૭-પ-૨૦૧૨ના રોજ ઘર નજીક હતી ત્યારે આરોપી મૂળ વલસાડનો અને હાલ લિંબાયતમાં રહેતો અજય ઉર્ફે અજ્જુએ કિશોરીને રૂપિયા દસની લાલચ અને મોબાઇલ નંબર આપવાનું કહી પોતાની સાથે આવવા જણાવ્યું હતુ. અજય કિશોરીને ત્યાંથી નજીકના એક ખુલ્લા મેદાનમાં લઈ ગયો હતો અને ત્યાં કિશોરી સાથે દુષ્કર્મ આચર્યું હતું. દરમ્યાન નજીકમાં રહેતા યુવાનો આ કૃત્ય જોઈ જતા આરોપી ત્યાંથી ભાગ્યો હતો. આ વાતની જાણ કિશોરીના માતા-પિતાને થતાં તેઓએ કિશોરની પૂછતાં તેણે અજયે આ દુષ્કર્મ આચર્યું હોવાનું કહ્યુ હતું. પીડિતાની માતાએ આ બાબતે લીંબાયત પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. કો‌ર્ટે ૨૯ સાક્ષી જુબાની તેમજ પુરાવા અને એપીપી વસોયાની રજૂઆતને ધ્યાને લઈ દસ વર્ષની કેદ, પ હજારનો દંડ અને દંડ નહીં ભરે તો વધુ ૬ માસની સજાનો હુકમ કર્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

વધુ વાંચો