તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • તાપી પરના મલ્ટીલેયર બ્રિજનો અપ્રોચ ખુલ્લો કરવા ડિમોલીશન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તાપી પરના મલ્ટીલેયર બ્રિજનો અપ્રોચ ખુલ્લો કરવા ડિમોલીશન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ . સુરત
તાપીનદી ઉપર જીલાની કોમ્પલેક્સ અને ભરીમાતાને જોડતા બ્રિજના વેડરોડ તરફના એપ્રોચને ખુલ્લો કરવાનું શરૂ કરાયું હતું. આ એપ્રોચ વળી ૪પમીટરના રિંગરોડનો એક હિ‌સ્સો પણ ગણાય છે. એટલે તેને ખુલ્લો કરવા આ રસ્તાની જગ્યા ઉપર વર્ષોથી વસેલી નાસિરનગર વસાહતને ખાલી કરાવવા માટે મંગળવારથી મોટાપાયે ઓપરેશન શરૂ કરાયું હતું. પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી શરૂ કરાઈ હતી. તેમાં ૩૦૦ જેટલાં કાચા પાકા મકાનો દૂર કરવાનું ચાલુ કરાયું હતું.
ટ્રાફિકની દૃષ્ટિએ તાપીનદી ઉપર સૌથી મહત્ત્વના એવા જીલાની કોમ્પલેક્સ અને ભરીમાતાને જોડતાં બ્રિજનો ભરીમાતા તરફનો એપ્રોચ રોડ ખુલ્લો કરવા મંગળવારે ઓપરેશન ડિમોલીશન હાથ ધરાયું હતું. કતારગામ ઝોને પોલીસ બંદોબસ્ત હેઠળ શરૂ કરેલી આ ડિમોલીશનની કામગીરીમાં છ ઝોનના ૨૦૦ જેટલાં બેલદારોને સાથે જોડયાં હતાં. પોલીસના ૨૨ જવાનો અને પોલીસ ઇન્સપેક્ટ‌ર્સ કક્ષાના સ્ટાફની મદદ લેવાઈ હતી. કતારગામ ઝોનના ઝોનલ ચીફ બી.આઈ. દલાલ અને ઝોનલ ઓફિસર રાજેશ જરીવાળાનું કહેવું હતું કે, કતારગામ ઝોનની હદમાં વેડદરવાજા પાસે આવેલી નાસિરનગર વસાહતમાં ૩૦૦ જેટલાં કાચા-પાકા મકાનો દૂર કરવા માટે ડિમોલીશનની કામગીરી મંગળવારે સવારથી શરૂ કરાઈ હતી. તેમાં કતારગામ ઝોન સહિ‌ત કુલ છ ઝોનના સ્ટાફની મદદ લેવાઈ હતી. તદુપરાંત અન્ય ઝોનમાંથી ૧૪પ ટ્રક, જેસીબી અને ડમ્પરની મદદ પણ લેવાઈ હતી. ચોકબજાર પોલીસ મથકના પી.આઈ. સોસા અને ૨૨ પોલીસ જવાનોના બંદોબસ્તની સાથે ડિમોલીશનની કામગીરી શરૂ કરાતાં મંગળવારે સાંજ સુધીમાં ૧.પ૦ લાખ ચોરસફૂટ જેટલી જગ્યા ખુલ્લી કરી શકાઈ હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

વધુ વાંચો