Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
લાઇટના થાંભલા સાથે અથડાતાં યુવાનનું મોત
ભાસ્કર ન્યૂઝ.સુરત
પુણાગામાં હિરાના કારખાના પર કામ પતાવીને યુવાન રવિવારે રાત્રે પરત ફરી રહ્યો હતો.આ સમયે યોગીચોક નજીક રાત્રે અગિયાર વાગ્યે યુવાનનું બાઇક ડીવાઇડર અથડાતા બેલેન્સ ગુમાવી લાઇટના થાંભલા સાથે અથડાયો હતો.જેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરતા તેનું આઠ દિવસ બાદ સોમવારે બપોરે મોત નિપજ્યું હતું.
મુળ ધારી તાલુકાનો અને ધારગણી ગામનો વતની દીલીપ ગોવિંદભાઇ નાસીત((૩૮))નાન વરાછાની રૂપસાગર સોસાયટીમાં રહેતો હતો.જે રવિવારના રોજ રાત્રે ૧૧ વાગ્યે બાઇક લઇ પુણાગામ હિરાના કારખાના પરથી ઘર તરફ જઇ રહ્યો હતો.આ સમયે યોગીચોક રોડ પર દીલીપનું બાઇક ડીવાઇડર સાથે અથડાયું જેના કારણે તેનું બેલેન્સ જતું રહેતા તે લાઇટના થાંભલા સાથે અથડાયો.અકસ્માતમાં તેને માથામાં અને પગે ગંભીર ઇજા પહોંચી. સારવાર માટે તેને સ્મીમેરમાં લઇ જવામાં આવ્યો.ત્યાંથી વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં આઠ દિવસ બાદ તેનું મોત નિપજ્યું હતું.