તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • પગથિયા પરથી પગ સ્લીપ થતાં યુવાનનું મોત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પગથિયા પરથી પગ સ્લીપ થતાં યુવાનનું મોત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.સુરત

પાંડેસરામાં રહેતો યુવાન કામ પરથી સોમવારના રોજ પરત આવ્યો.રાત્રે જમ્યા બાદ તે ફરવા જવા માટે નીચે ઉતરતો હતો.આ સમયે તેનો પગ સ્લીપ થતા તેને માથાના ભાગે ઇજા પહોંચતા સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.જ્યાં સારવાર દરમિયાન મોડી રાત્રે તેનું મોત નિપજ્યું હતું.

પાંડેસરા પોલીસ પાસેથી મળતી વિગતો અનુસાર મુળ બિહારનો વતની ભીમસિંગ રામસ્વરૂપ કુસ્વાહા((૨૨))સિધ્ધાર્થ નગર એસએમસી કોલોનીમાં પહેલા માળે રહેતો હતો.જે સોમવારે રાત્રે સંચાખાતમાં કામ કરી ઘરે આવ્યો.જમ્યા બાદ તે રાત્રે નીચે ફરવા માટે જતો હતો ત્યારે પગ સ્લીપ થતા તે પગથિયામાં પટકાયો હતો.તેના માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી.જેથી તેનો ભાઇ તેને તુરંત જ ૧૦૮ બોલાવીને નવી સિવિલ હોસ્પિટલમાં લઇ ગયો હતો.જ્યાં સારવાર દરમિયાન મોડી રાત્રે ત્રણ વાગ્યાની આસપાસ તેનું મોત નિપજ્યું હતું.પોલીસે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

વધુ વાંચો