- Gujarati News
- ગોકુલધામ રો હાઉસ, સાંઇવિલા, ઓર્નેટના બે બિલ્ડરોને ત્યાં સરવે
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગોકુલધામ રો-હાઉસ, સાંઇવિલા, ઓર્નેટના બે બિલ્ડરોને ત્યાં સરવે
ભાસ્કર ન્યૂઝ . સુરત
આવકવેરા વિભાગ દ્વારા ઇન્સ્પેક્ટર્સની હડતાળ પુરી થયાં બાદ આજે પહેલો સરવે કરાયો હતો. ચાર અધિકારીઓની એક ટીમ દ્વારા વેડ અને ડિંડોલી વિસ્તારમાં પ્રોજેક્ટ હાથ ધરનારા બે બિલ્ડરોને સાણસામાં લેવાયા હતા. મોડી રાત સુધી અધિકારીઓ બુકિંગ એમાઉન્ટ સહિત બિલ્ડરોની ઓફિસ પરથી પ્રા ડોકયુમેન્ટ ચકાસતા રહ્યા હતા. કુલ ચાર જગ્યાએ તપાસ કામગીરી ચાલી રહી છે.
આજે રેન્જ-૬ના જોઇન્ટ કમિશનર ડી.વી.સિંહની નિગરાની હેઠળ વેડ અને ડિંડોલીના બે બિલ્ડરોના ત્રણ પ્રોજેક્ટ પર તપાસ કરાઈ હતી. જેમાં વેડના ઓર્નેટ ગ્રુપ અને ડિંડોલીના સાંઇવિલા અને ગોકુલધામ રો-હાઉસનો સમાવેશ થાય છે. તમામ જગ્યાએ અધિકારીઓ દ્વારા મોટુ ડિસ્કલોઝર મેળવવાનો પ્રયત્ન ચાલુ રખાયો છે. નોંધનીય છે કે ઇન્સ્પેક્ટર્સની હડતાળના લીધે આઇટીમાં સર્ચ અને સરવેની કામગીરી અટવાઈ હતી. હડતાળ પુરી થતાં પહેલાં સર્ચ ઓપરેશનમાં રૂપિયા પ૩ કરોડની બેનામી આવક મળી હતી.