• Gujarati News
  • કોંગ્રેસના સાંસદ ૃચ્ ’સંજયસિંહ ભાજપના ૃચ્ ’નેતાઓ સાથે મંચ પર

કોંગ્રેસના સાંસદ ૃચ્/’સંજયસિંહ ભાજપના ૃચ્/’નેતાઓ સાથે મંચ પર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પીટીઆઈ. અમેઠી
ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસના સુલતાનપુરના સાંસદ સંજયસિંહ ભાજપની નિકટ જઈ રહ્યા હોવાની અફવાને હવા મળી છે. સંજયસિંહ મંગળવારે અમેઠીમાં તેમના જન્મદિવસે ભાજપના અનેક નેતાઓ સાથે મંચ પર જોવા મળ્યા હતા. જોકે તેમણે હાલ તો પત્તું ખોલ્યું નથી.
અમેઠી રાહુલ ગાંધીનો લોકસભા મતવિસ્તાર છે.
ભાજપના ભૂતપૂર્વ ધારાસભ્ય તેજભાણસિંહ સહિ‌તના નેતાઓ સંજયસિંહ સાથે એક મંચ પર જોવા મળ્યા હતા. સંજયસિંહે તેમના વક્તવ્ય દરમિયાન ભાજપના ધારાસભ્યનું અનેકવાર નામ લીધું હતું.
સંજયસિંહને પ્રશ્ન પૂછાયો હતો કે તમે અમેઠી લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડશો, તેના જવાબમાં તેમણે કહ્યું કે ઉમેદવારોની યાદી તૈયાર થશે ત્યારે સ્પષ્ટ થઈ જશે. સિંહે કહ્યું કે મેં રાજનીતિ છોડી નથી.