• Gujarati News
  • દિલ્હી ભૂકંપના ચાર ૃચ્ ’આંચકાથી ગભરાટ

દિલ્હી ભૂકંપના ચાર ૃચ્/’આંચકાથી ગભરાટ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પીટીઆઈ. નવી દિલ્હી
રાજધાની દિલ્હીમાં સોમવારે મધરાતથી મંગળવારે વહેલી સવાર દરમિયાન ભૂકંપની હળવી તીવ્રતાના ચાર આંચકા અનુભવાયા જેને કારણે લોકોમાં ગભરાટ વ્યાપી ગયો હતો. લોકો ઊંઘમાંથી ઊઠીને ઘરની બહાર દોડી ગયા હતા. જોકે ભૂકંપને કારણે કોઈ નુકસાન કે જાનહાનિ થઈ નથી. રિચર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૨.પથી ૩.૩ નોંધાઈ છે.
દિલ્હીમાં સોમવારે રાત્રે ૧૨.૪૧ કલાકથી મંગળવારે વહેલી સવારે ૩.૪૦ દરમિયાનના ત્રણ કલાકના ગાળામાં ભૂકંપના ચાર આંચકા અનુભવાયા હતા. તેનું કેન્દ્રબિંદુ દક્ષિણ દિલ્હીમાં હતું. જોકે કેન્દ્રબિંદુ જમીનમાં ૧૦-૧૧ કિલોમીટર ઊંડે હતું જેને કારણે કોઈ નુકસાન થયું ન હતું. એક પછી એક ભૂકંપના આંચકાથી લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો અને ઘરમાંથી બહાર રોડ પર આવી ગયા હતા.