• Gujarati News
  • ભોગીને મૃત્યુનો ભય ડરાવે છે

ભોગીને મૃત્યુનો ભય ડરાવે છે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી જ્યારે એકલો હોય છે કે પડી જાય છે ત્યારે તે ખોટાં કામ કરે છે કે ડરી જાય છે. દુનિયવી લોકો એકાંતમાં મૂંઝાઈ જતાં હોય છે, પરંતુ અધ્યાત્મના માર્ગ પર ચાલનારા માટે આ એકાંતવાસ જ ઉપલબ્ધિ બની જાય છે. રાવણ ભીડથી ઘેરાયેલો હતો. રામ તદ્દન એકલા હતા, તેમ છતાં રાવણને લાગતું હતું કે હું એકલો પડી ગયો છું. જોકે અહંકારને કારણે તે રામની મજાક ઉડાડતો રહે છે. તેના દૂત જ્યારે શ્રીરામ અને સમુદ્રની ચર્ચાનું વર્ણન કરતા હતા ત્યારે દૂતોએ શ્રીરામનાં વખાણ કર્યાં હતાં. રાવણના દૂત શ્રીરામને નીતિમાં નિપુણ જણાવી રહ્યા હતા અને તેની સાથે જ રાવણને અનીતિમાં રાક્ષસ જાહેર કરી રહ્યા હતા. તેમણે એકલા પડી ગયેલા રાવણને જણાવ્યું કે, તારા બોલ સાંભળીને શ્રીરામજી સમુદ્ર પાસે માર્ગ માગી રહ્યા છે, તેમના મનમાં કૃપા ભરેલી છે. આથી જ તેઓ તેને સૂકવી નાખતા નથી. રાવણ ભોગી હતો અને રામ સન્યાસી જેવું આચરણ કરતા હતા. ભોગીને એકાંતમાં મૃત્યુનો ડર લાગે છે અને સન્યાસી મૃત્યુને જ જીવવા લાગે છે.