• Gujarati News
  • ૯૮૪ ફૂટની ઊંચાઈ અને ૩ ફૂટ પહોળો રસ્તો

૯૮૪ ફૂટની ઊંચાઈ અને ૩ ફૂટ પહોળો રસ્તો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્પેનના અલ કેમીનિતોમાં દુનિયાનો સૌથી ખતરનાક રસ્તો આવેલો છે. અલોરા ગામની પાસે પર્વત પર બનેલા આ રસ્તાને કિંગ્સ લિટિલ પાથવે કહેવામાં આવે છે. ૯૮૪ ફૂટની ઊંચાઈ પર બનેલા માત્ર ત્રણ ફૂટ પહોળા રસ્તા પર ચાલવું મુશ્કેલ અને ખતરનાક છે. તેના નીચે નદી વહે છે. ચાર વર્ષની મહેનત બાદ તેને ૧૯૦પમાં બનાવાયો હતો, પરંતુ તેનું ઉદ્ઘાટન સ્પેનના રાજા અલ્ફાન્સો તેરમાએ જ્યારે તેને ૧૯૨૧માં પાર કર્યો ત્યારે થયું હતું. કોરો ફોલ્સ અને ગેન્ટેજો ફોલ્સ વચ્ચે બનેલા હાઈડ્રોઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટ સુધી પહોંચવા માટે આ રસ્તો બનાવાયો હતો. ત્રણ કિમી લાંબા રસ્તામાં અનેક સ્થાને રેલિંગ નથી અને કોંક્રીટના બ્લોક પણ તૂટી ચૂક્યા છે. ઇર઼્ચ્ૂખ્ેૌજ્ઞ્ૂઘ્ગ્ખ્.ેગ્ક્