• Gujarati News
  • ઇન્ડિયન મુજાહિ‌દ્દીનને ભાજપ નાણાકીય મદદ કરે છે

ઇન્ડિયન મુજાહિ‌દ્દીનને ભાજપ નાણાકીય મદદ કરે છે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ . અમદાવાદ
ભાજપ અને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની નીતિ વિધ્વંશકની છે અને ગોધરા કાંડથી પટના બ્લાસ્ટ સુધીની ઘટનાઓ ઇન્ડિયન મુજાહિ‌દ્દીન ((આઇએમ))ની જ મોડસ ઓપરેન્ડીથી થયા હોવાનો આક્ષેપ વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ કર્યો છે. ભાજપ આઈએમને નાણાકીય પીઠબળ પૂરું પાડતો હોવાનો આક્ષેપ કરતા તેમણે કહ્યું હતું કે, દેશમાં દર લાખ વ્યક્તિએ નોંધાયેલા ગુનાઓના આંકડા પ્રમાણે ગુનાખોરીમાં ગુજરાત પહેલા ક્રમે છે. હિંદુ મરો, મુસ્લિમ મરો પણ ભાજપનું તરભાણું ભરો’ તેવી આ પક્ષની માનસિકતા છે. બોધગયા અને પટનાના બ્લાસ્ટમાં પણ ગુજરાત કનેક્શન છે. સુરત, હાલોલ-કાલોલ સુધી પટના બ્લાસ્ટની તપાસ પહોંચી
હોવાનો ઉલ્લેખ કરી તેમણે પ્રશ્ન કર્યો હતો કે, શું ભાજપ અને મોદીની મહેરબાનીથી આ કાવતરાં ઘડાય છે?
તેમણે નેશનલ ક્રાઇમ બ્યૂરો રેકો‌ર્ડ‌ના આંકડાઓ રજૂ કરતા ઉમેર્યું હતું કે, બિહાર, હરિયાણા, ગોવા, મધ્યપ્રદેશ, ઓરિસ્સા, આંધ્રપ્રદેશ સહિ‌ત સમગ્ર દેશમાં ગુનાખોરી મામલે ગુજરાત આગળ છે. ૨૦૧૨માં મહિ‌લાઓ પર અત્યાચારના રોજ ૨૪ ગુના નોંધાતા હતા. ૨૦૧૩માં જાન્યુઆરીથી મે મહિ‌ના સુધીમાં રોજ ૯ ગુનાનો વધારો થયો છે. ગત વર્ષની સરખામણીમાં મહિ‌લાઓ પરના અત્યાચારના ગુનામાં ૩૭ ટકાનો વધારો આ પાંચ મહિ‌નામાં થયો છે.