• Gujarati News
  • વરાછા, ઉધનામાં ગેરકાયદે બાંધકામો પર હથોડા ઝીંકાયા

વરાછા, ઉધનામાં ગેરકાયદે બાંધકામો પર હથોડા ઝીંકાયા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ . સુરત
દિવાળી પછીની સુસ્તી ઉડાડીને પાલિકાએ અનધિકૃત બાંધકામોનું ડિમોલીશન કર્યું હતું. વરાછાઝોને સરથાણા પાસે આદર્શ રો-હાઉસમાં ૪ ગેરકાયદે દુકાનોને ભોંયભેગી કરી હતી. ઉધના ઝોનમાં ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ગેરકાયદે બાંધકામનો સફાયો કર્યો હતો, તો કતારગામ ઝોનમાં અમરોલી-સાયણરોડનું ક્રોસ જંકશન ખુલ્લુ
કરાવ્યું હતું.
વરાછા ઝોનના કાર્યપાલક ઇજનેરના કહેવા પ્રમાણે સરથાણા પાસે ડ્રાફ્ટ ટીપી સ્કીમ નં-૨૧માં ફાયનલ પ્લોટ નં-૭૮ અને બ્લોક નં-૧૦૬ પૈકની જગ્યામાં આદર્શ રો-હાઉસ નામની સોસાયટી છે. આ સોસાયટીના પ્લોટ નં-૨૪માં મિલકતદારે પ્લાન વિરુદ્ધ રહેઠાણનો હેતુફેર કરીને ચાર દુકાનોનું બાંધકામ કર્યું હતું. દિવાળીની રજાનો ગેરલાભ ઉઠાવીને ૬૦૦ ચોરસફૂટ વિસ્તારમાં કરાયેલું આ બાંધકામ મંગળવારે જમીનદોસ્ત કરી દેવાયું હતું. નાનાવરાછામાં ગામતળ પાસે ખાડીમાં શાંતિકુંજ બનાવવાની કામગીરી ચાલુ છે. તેમાં અનધિકૃત રીતે બનાવાયેલા છ જેટલાં નડતરરૂપ હતાં. તેને દૂર કરીને શાંતિકુંજ માટેની જગ્યા ખુલ્લી કરી હતી.