• Gujarati News
  • દારૂ જેવો નશો થાય પણ આદત ન પડે તેવી દવા શોધાઈ!

દારૂ જેવો નશો થાય પણ આદત ન પડે તેવી દવા શોધાઈ!

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લંડન: સામાન્યપણે તમે દારૂની આદત છોડાવવા માટે દવા લેવાના કિસ્સાઓ તો અનેક વખત જોયા જ હશે પરંતુ હવે એવી દવા તૈયાર કરાઈ છે જેના કારણે દારૂ જેવો નશો ચડે છે. રસપ્રદ વાત એ છે કે આ દવા લેવાથી દારૂની જેમ તેની આદત નથી પડતી. લંડનમાં આવેલી ઈમ્પીરિયલ કોલેજ ખાતે પ્રોફેસર ડેવિડ નટ્ટ અને ન્યુરોસાઈકોફાર્માકોલોજીના પ્રોફેસર એડમંડ જે સાફ્રાએ એવા અણુઓ શોધી કાઢયા છે જે દારૂના નશા જેવો આનંદ આપે પરંતુ તેનાથી માનવશરીર પર વિપરીત અસર ખૂબ જ ઓછા પ્રમાણમાં થાય છે.