• Gujarati News
  • સહકારી સંસ્થાઓમાં સત્તા માટેની સ્વાયત્તતાને છાવરવા મોકળું મેદાન

સહકારી સંસ્થાઓમાં સત્તા માટેની સ્વાયત્તતાને છાવરવા મોકળું મેદાન

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કૌશલ બારોટ, સુરત
૯૮૨પ૨ ૧૭૭૭૪
સહકારી કાયદાની કલમ-૮૪માં ફેરફાર કરીને સહકારી મંડળીઓનું ઓડિટ કરવાની જવાબદારી જે તે બો‌ર્ડ‌ની પસંદગી પર છોડી દેવામાં આવી છે. સુરતમાં સહકારી સંસ્થાનોના પચ્ચીસ હજાર કરોડની ઓડિટ કરવાની સત્તા માટે રાજ્ય સરકાર દ્વારા ચોક્કસ પેનલ થોડા દિવસો પૂર્વે ઘોષિત કરવામાં આવી છે.દરેક જિલ્લામાં આવી પેનલો ઘોષિત કરવામાં આવી છે. અલબત્ત ક્રિમિનલ આઇપીસી કલમ લાગુ કરવાની વાત ત્યાર ેજ લાગુ પડે છે, જ્યારે ઓડિટર કોઇ ગેરરિતી ઝડપી પાડે ? આમ રાજ્ય સરકાર એક તરફ સહકારી સંસ્થાનોને ગેરરિતી કરવા માટેના દરવાજા ખોલી આપ્યા છે ને તેની સામે પગલાં લેવાના હથિયારોને બુઠ્ઠા બનાવી દીધા છે. કેમકે જે-તે સહકારી સંસ્થાનોને પોતાની સંસ્થાનું ઓડિટ કરવામાં માટે ખાનગી ચાટ‌ર્ડ‌ એકાઉટન્ટન્ટ નિમવાની સત્તા આપી દેવામાં આવી છે. આવા સમયે જે-તે સહકારી સંસ્થામાં ખાનગી સીએ જો ઓડિટમાં ગેરરિતી કાઢવાની હિંમત કરે તો જ કંઈ થઈ શકે. બાકી વહીવટકર્તાઓ અને તેમને જ નીમેલા ખાનગી ઓડિટર મરજી મુજબના ઓડિટ રિપો‌ર્ટ તૈયાર કરી શકે છે. આ તો મોસાળમાં જમવાનું ને પીરસનારી મા’ જેવો ઘાટ સરકારે કરી સહકારી મંડળીઓમાં કરી આપ્યો છે.
આવો મજાનો ઘાટ ધડયા બાદ એવો કાયદો અમલમાં મૂક્યો છે કે જો સહકારી સંસ્થાઓમાં એક રૂપિયાની ગેરરિતી પણ હોય તો આઇપીસી દાખલ કરવામાં આવશે. પણ ગેરવહીવટ પકડાય તો ને ? કેમકે ઓડિટ તો સંસ્થાઓએ પોતે જ નિમેલા સીએ કરશે. કોણ ગેરવહીવટ પકડશે ? તેમના પર કોઈ વિજિલન્સ તો રહેવાની નથી. આમ ગેરવહીવટ પકડવાના તમામ દરવાજા બંધ કરીને રાજ્યના સત્તાધીશોનું વલણ ન સમજી શકાય તેવું છે.બીજી તરફ ગેઝેટમાં એવી સ્પષ્ટતા કરવામાં આવી છે કે જે તે સહકારી સંસ્થાઓના બો‌ર્ડે‌ પોતાની વેરિફીકેશન કમિટી બનાવવાની રહેશે. એટલેકે જે તે બો‌ર્ડ‌ દ્વારા તેઓ સાચા છે તેનું પ્રમાણપત્ર જાતે જ આપવાનું રહેશે. ભૂતકાળમાં કો-ઓપરેટીવ બેંકોંમાં જે કરોડો રૂપિયાની ગેરરિતી આચરવામાં આવી તેમાં આખા બો‌ર્ડ‌ની ભૂમિકા વિવાદી હતી, તો પછી આ બિલાડીને જ દૂધની રખેવાળી આપીને રાજ્યનું કૃષિ અને સહકારી વિભાગ શું સાબિત કરવા માંગે છે તે સમજી શકાતું નથી. ગુજરાત રાજ્ય ખેડૂત સમાજ દ્વારા કૃષિ અને સહકાર વિભાગના આ પરિપત્રની સામે જ શંકાની સોય ચીંધી છે. ભ્રષ્ટાચારીના ઇશારે ગેઝેટ -૨૦૧૩ના કાયદા બનાવાયા હોવાના આક્ષેપો ખેડૂત સમાજ દ્વારા
કરાયા છે.