• Gujarati News
  • નારાયણ અન્ય સાધકોને કામેચ્છા ૃચ્ ’મંદ પાડવાની દવા આપતો હતો !

નારાયણ અન્ય સાધકોને કામેચ્છા ૃચ્/’મંદ પાડવાની દવા આપતો હતો !

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ . સુરત
આજે કો‌ર્ટમાં નારાયણ સાંઇની આગોતરા અરજી પર સુનાવણી દરમ્યાન શહેર પોલીસે જાણે એક પછી એક હુકમના પત્તા ખોલ્યા હતા. પોલીસે અગાઉ નારાયણના અંગત રહી ચૂકેલાં સાધકોને આધાર બનાવીને સરકારી વકીલ એક રીતે નારાયણ સાંઈના વ્યક્તિત્વ પર આકરા પ્રહાર કર્યા હતા. આ ઉપરાંત થયેલી દલીલોમાં નારાયણ સાઇ અન્ય સાધકોને કામેચ્છા ઘટાડવા કેળાના મૂળીયા ખવડાવતો હોવાની પણ રજૂઆત થઈ હતી. ઉપરાંત અગાઉ બચાવ પક્ષે પીડિતાની હાજરીના જે ફોટો રજૂ કર્યા હતા, તેમાં પીડિતાની હાજરી માત્રથી કંઈ સાબિત થતું નથી. તે બહેનપણીને સપો‌ર્ટ આપવા ગઈ હોવાની દલીલ કરાઈ હતી. તો ડીસીપી શોભા ભૂતડાની મળેલી ધમકીનો મુદ્દો પણ ઉઠાવાયો હતો.
સાહેદોના નિવેદનને ટાંકીને કરાયેલી દલીલોમાં સરકારી વકીલનું કહેવું હતું કે નારાયણ સાંઇનું ઇન્દોરમાં જે ફાર્મ હાઉસ છે ત્યાં આઠ થી નવ છોકરીઓ લવાતી હતી. ત્યાં દારૂની મહેફિલ મણાતી હતી ઉપરાંત ર્વીયવર્ધક-સેક્સ વર્ધક દવાઓનો ઉપયોગ પણ થતો હતો. હવે આવતીકાલે બચાવ પક્ષના વકીલ આ દલીલો સામે રીપ્લાય આપશે. ૧૧ દિવસના વેકેશન બાદ ગઈકાલથી કો‌ર્ટ કામગીરી શરૂ થઈ હતી. જેમાં આજે દુષ્કર્મના આરોપનો સામનો કરી રહેલાં આસારામના પુત્ર નારાયણની આગોતરા અરજી પર આજે સુનાવણીનો એક રીતે બ્રેક બાદનો દૌર શરૂ થયો હતો. દલીલો શરૂ થાય એ પહેલાં જ પોલીસ જાણે સંપૂર્ણ તૈયારી સાથે આવી હતી અને એવા પાંચ લોકોના નિવેદન રજૂ કર્યા હતા, આ નિવેદનના આધારે પોલીસ એ સાબિત કરવાની કોશિષ કરી રહી હતી કે નારાયણ અપરાધિક માનસિકતા ધરાવે છે. પોલીસે કો‌ર્ટમાં એકેય સાહેદનું નામ જાહેર કર્યુ નહતું. આ નિવેદનના આધારે સરકારી વકીલ દ્વારા આજે નારાયણ સામે ધારદાર દલીલો કરવામાં આવી હતી. પોતાને મોટાભગવાન કહેવડાવનાર નારાયણ સાંઇ સામે છ સાહેદોએ અગાઉ નોંધાવેલાં નિવેદનને આધારે આ દલીલો કરાઈ હતી. સરકારી વકીલે દરેક સાહેદને એ,બી,સી,ડી થી સંબોધ્યા હતા. દલીલો કરતાં સરકારી વકીલે દરેક સાહેદના નિવેદન પર પ્રકાશ પાડીને નારાયણની આગોતરા અરજી નામંજુર કરવા કહ્યું હતું.