• Gujarati News
  • જરીના વેપારીએ ઉધના સ્ટેશને જઇ ટ્રેન નીચે પડતું મુકયું

જરીના વેપારીએ ઉધના સ્ટેશને જઇ ટ્રેન નીચે પડતું મુકયું

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.સુરત

જરીના વેપારીએ મંગળવારે સવારે ઉધના સ્ટેશન પર જઇ મુંબઇ તરફ જઇ રહેલી ટ્રેન નીચે પડતુ મુકી આપઘાત કરી લીધો હતો.ટ્રેનની ઝડપ સામે તેની જીંદગી હારી ગઇ અને તેનુ ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.

રેલ્વે પોલીસ પાસેથી મળતી વિગતો અનુસાર ભાઠેનામાં આવેલી રામદેવ નાયક સોસાયટી માં રહેતા હીરાલાલ કરશનદાસ રાના((૬પ))મંગળવારે સવારે ઉધના સ્ટેશન પર ગયા હતા,અને મુંબઇ તરફ જઇ રહેલી ડબલ ડેક્કરટ્રેનની નીચે હીરાલાલે પડતુ મુક્યું હતું.ટ્રેનની અડફેટે આવતા તેમનુ ઘટના સ્થળ પર જ મોત નિપજ્યું હતું.આ બાબતે તપાસ કરતા અઘિકારી સાથે વાત કરતા જણાવ્યું હતું કે હીરાલાલ જરીનો બિઝનેશ કરતા હતા અને હાલમાં તેમનો બિઝનેશ તેમના પુત્રો સંભાળે છે.પ્રાથમિક તપાસમાં તેમના આપઘાતનુ કોઇ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી.પોલીસે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.