• Gujarati News
  • સચિનનો પહેલો સામનો સુરતી સામે થયો હતો

સચિનનો પહેલો સામનો સુરતી સામે થયો હતો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નિરજ કંસારા, સુરત
૧૪મી નવેમ્બરે વેસ્ટ ઇન્ડિઝ અને ઇન્ડિયા વચ્ચે વાનખેડે સ્ટેડિયમમાં ટેસ્ટ મેચ શરૂ થઇ રહી છે. સદીના મહાન ક્રિકેટર સચિન તેંડુલકર માટે આ મેચ ફેરવેલ મેચ છે. આ ફેરવેલ મેચને સ્ટેડિયમ પર જઇને જોવા માટે દેશભરમાં એટલો બધો ક્રેઝ છે કે એની ટિક્ટિસ પણ વેબસાઇટ પર રિસ્ટ્રીક્ટેડ કરી દેવાઇ છે ત્યારે સુરતના ક્રિકેટર નિસર્ગ પટેલ એમના નોસ્ટાલ્જિયામાં જતા રહ્યા છે. નિસર્ગ પટેલ એ ક્રિકેટર છે જેમણે સચિન તેંડુલકરની કેરિયરની પહેલી મેચમાં પહેલો બોલ નાંખ્યો હતો અને સચિન તેંડુલકરે એમને ઝુડીને એ રણજીમાં ૧૨૦ રન ફટકાર્યા હતા. સિટી ભાસ્કરે નિસર્ગ પટેલ સાથે વાત કરી હતી. સચિન એની જીંદગીની પહેલી મેચ પણ વાનખેડે સ્ટેડિયમ પર રમ્યો હતો અને ત્યારે એને એની કેરિયરનો પહેલો બોલ નિસર્ગ પટેલે નાંખ્યો હતો અને હવે જ્યારે સચિન એમની કેરિયરની છેલ્લી મેચ પણ વાનખેડે સ્ટેડિયમ ખાતે રમી રહ્યો છે ત્યારે નિસર્ગ પટેલ ત્યાં જશે? આવું પૂછતાં જ નિસર્ગ પટેલ હસી પડયા હતા. એમણે કહ્યું કે ના, આ મેચ હું ઘરે જ મારા ટીવી સ્ક્રીન પર જોવા ઇચ્છું છું. જ્યારે સચિનને મેં પીચ પર જોયો ત્યારે એ પંદર વર્ષનો હતો, મારી પહેલી બે બોલ એણે ડિફેન્સમાં લીધી એટલે મેં એને અન્ડર એસ્ટિમેટ પણ કર્યો હતો અને પછી હું એના જ હાથે ઝૂડાઇ ગયો હતો. સચિનના દરેક શોટ પર મારે જે એક્સપ‌ર્ટ કોમેન્ટ સાંભળવી છે એને હું સ્ટેડિયમમાં હજારો લોકોની વચ્ચે નહિં પણ મારા ઘરે જ રહીને એકલો જ એન્જોય કરવા ઇચ્છું છું.’
આ સાથે નિસર્ગ પટેલે સચિન તેંડુલકર સાથેની એમની કેટલીક યાદગાર પળો પણ સિટી ભાસ્કર સાથે શેર કરી હતી.