• Gujarati News
  • ભાજપ નેતા અને ભૂતપૂર્વ જજ વિરુદ્ધ દુષ્કર્મનો આરોપ

ભાજપ નેતા અને ભૂતપૂર્વ જજ વિરુદ્ધ દુષ્કર્મનો આરોપ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બિલાસપુર : છત્તીગસઢના ભૂતપૂર્વ આરોગ્ય મંત્રી અને ભાજપના ધારાસભ્ય ક્રિશ્નામૂર્તિ‌ બાંધી અને ભૂતપૂર્વ જજ આર.આર. ભારદ્વાજ સામે દુષ્કર્મનો આરોપ મુકાયો છે. એક મહિ‌લાની ફરિયાદ અને ત્યારપછી નિવૃત્ત જજના સંકુલમાંથી તે મહિ‌લાની મળી આવેલી સળગેલી લાશ બાદ ભાજપ નેતા ફસાયા છે. જ્યારે આ કેસના નિવૃત્ત જજ અને તેમના પુત્રની પોલીસે ધરપકડ કરી છે. મહિ‌લાએ અગાઉ પત્રકારોને જણાવ્યું હતું કે ભારદ્વાજે તેની સાથે પહેલાં દુષ્કર્મ કર્યુ હતું અને પછીથી ભાજપના નેતા ક્રિશ્નામૂર્તિ‌ સાથે તેની મુલાકાત કરાવી હતી. મહિ‌લાએ વધુમાં આરોપ મૂક્યો હતો કે ક્રિશ્નામૂર્તિ‌એ ત્રણ વર્ષમાં ઘણા લોકો સાથે શારીરિક સંબંધ બાંધવા મજબૂર કર્યા હતા. તેણે પોલીસમાં ફરિયાદ નોંધાવી તેના થોડાક જ કલાક પછી દાઝી ગયેલો તેનો મૃતદેહ મળી આવ્યો હતો.