• Gujarati News
  • અડવાણીએ પટેલ નહેરુમાં ૃચ્ ’મતભેદના નવા પુરાવા આપ્યા

અડવાણીએ પટેલ-નહેરુમાં ૃચ્/’મતભેદના નવા પુરાવા આપ્યા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજન્સી. નવી દિલ્હી
હૈદરાબાદ અને કાશ્મીર મુદ્દે જવાહરલાલ નહેરુ અને સરદાર પટેલ વચ્ચે મતભેદ હોવાના પોતાના દાવા અંગે લાલકૃષ્ણ અડવાણી અડગ છે. તેમણે આ દાવાને પુષ્ટિ આપવા સોમવારે એક અન્ય પુસ્તકનો ઉલ્લેખ કર્યો છે. અડવાણીએ સોમવારે પોતાના બ્લોગમાં પત્રકાર બલરાજ કૃષ્ણના પુસ્તક ઇન્ડિયાઝ બિસ્માર્ક : સરદાર વલ્લભભાઇ પટેલ’નો ઉલ્લેખ કર્યો છે. તેનો હવાલો ટાંકીને કહ્યું હતું કે સરદાર પટેલ આ મુદ્દે થયેલી કેબિનેટ બેઠકમાંથી ઊભા થઇને જતા રહ્યા હતા. બીજી બાજુ, કોંગ્રેસ અડવાણીના દાવાને રદિયો આપી રહી છે. તે પણ પોતાની વાત પુરવાર કરવા માટે બે બ્લોગ લખી ચૂકી છે. તેણે પણ એક પુસ્તક અને એક ઇન્ટરવ્યૂનો હવાલો ટાંક્યો છે.