• Gujarati News
  • ટફઉજ કૌભાંડમાં રિફાઈનરીના માલિકની ધરપકડૃચ્ ’

ટફઉજ કૌભાંડમાં રિફાઈનરીના માલિકની ધરપકડૃચ્/’

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈ : કરોડો રૂપિયાના નેશનલ સ્પોટ એક્સચેન્જ લિમિટેડ ((એનએસઈએલ)) કૌભાંડમાં રૂ. ૧પ૯ કરોડનું ડિફોલ્ટ કરવાના આરોપ હેઠળ આર્થિ‌ક ગુના શાખાએ સોમવારે લોટલ રિફાઈનરીઝના ડાયરેક્ટર અરુણ કુમાર શર્માની ધરપકડ કરી હતી. શર્માએ એનએસઈએલ પાસેથી લીધેલા રૂ. ૧પ૯ કરોડ લઈને તે રિયલ એસ્ટેટ તથા અન્ય હેતુ માટે ગેરકાનૂની રીતે ઉપયોગ કર્યા હતા, એમ શાખાનાં સૂત્રોએ જણાવ્યું હતું.
શર્માએ રામગોપાલ વર્માની આગામી ફિલ્મ સત્યા-૨માં પણ રોકાણ કર્યું છે. શર્માને સોમવારે બપોરે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા, જે પછી સાંજે ધરપકડ કરી હતી. તેમને હવે મંગળવારે કિલ્લા કો‌ર્ટમાં રિમાંડ માટે હાજર કરાશે.