• Gujarati News
  • શિક્ષણ લોન સમજી વિચારીને લેશો

શિક્ષણ લોન સમજી વિચારીને લેશો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શિક્ષણ મોંઘું થઈ ગયું છે, ખાસ કરીને વિદેશમાં કોઈ જાણીતી સંસ્થામાં શિક્ષણ લેવું ખૂબ જ મોંઘું છે. ગુગલ એડવડ્ઝર્‍ ટૂલ અનુસાર ભારતમાં સરેરાશ દોઢ લાખ લોકો ઇન્ટરનેટ ઉપર એજ્યુકેશન લોન, સ્ટુડન્ટ લોન, એબ્રોડ વગેરે જેવા શબ્દોની સર્ચ કરે છે.
તાજેતરમાં રૂપિયો ડોલર સામે ગગડયો તે બાદ શિક્ષણલોન લેવી ખૂબ જ મોંઘી બની ગઈ છે. તેના કારણે વિદેશ ભણવા જવા માગતા લોકોએ તેમના નિર્ણયને કમસે કમ એક વર્ષ સુધી પાછો ઠેલવાની ફરજ પડી છે.
વધુ ફી ઓછું ભંડોળ : સરકારનું માનવું છે કે સમાજના ઉદ્દેશો અને લક્ષ્યાંકોને પૂરા કરવા માટે હાલની શિક્ષણલોનની યોજના વ્યાવહારિક નથી. સરકારે નવી ઇન્ટરનેશનલ એજ્યુકેશન સિસ્ટમ અંગેનો નિર્ણય નથી લીધો પરંતુ જાણકારોનું માનવું છે કે સરકાર લોનના શરૂઆતનાં વર્ષોમાં વિદ્યાર્થીઓ ઉપર આર્થિ‌ક બોજો ન પડે તે રીતનું માળખું બનાવવા વિચારી રહી છે.
ક્રેડિટ વર્ધિ‌નેસ : વિદ્યાર્થીએ એક વાત સારી રીતે સમજી લેવી જોઇએ કે ભણતર માટે લોન લેવી એ અન્ય કોમર્શિ‌યલ લોન લેવા બરાબર જ છે. વિદ્યાર્થીઓની કોઈ ક્રેડિટ હિ‌સ્ટ્રી નથી હોતી પરંતુ બેન્ક તેમની ક્રેડિટ વર્ધિ‌નેસને ધ્યાનમાં રાખીને તેમને લોન આપે છે. મા-બાપની ક્રેડિટ હિ‌સ્ટ્રી સોનામાં સુગંધ ઉમેરે છે અને તેઓ મોટાભાગે સંયુક્ત લોન લેનારા હોય છે.
અમ્પ્લોયેબિલિટી : ભણવાનું પૂરૂં થયા બાદ વિદ્યાર્થીને સારા પગારની નોકરી મળે તે તેના માટે જ નહીં પરંતુ બેન્ક માટે પણ સારું ગણાવી શકાય.
નવા નિયમ : આઈબીએ દ્વારા શિક્ષણલોનના નવા માળખા માટે ઘણા લાંબા સમય સુધી સંશોધન કરવામાં આવ્યું છે. અરજી અને તેને મંજૂર થવામાં કોઈ અડચણ ન આવે તે અંગે વિદ્યાર્થીએ ધ્યાન રાખવું જોઇએ.
લાયકાત : શિક્ષણલોન માટે એવા ભારતીય વિદ્યાર્થીઓને લાયક ગણવામાં આવે છે કે જેઓ વિદેશની કોઈ પ્રતિષ્ઠિત શિક્ષણ સંસ્થામાં માન્યતાપ્રાપ્ત અભ્યાસક્રમ કરવા માગતા હોય.
લાયક ખર્ચા : શિક્ષણલોનમાં અભ્યાસક્રમની ફી, હોસ્ટેલની ફી, લાઇબ્રેરી અને પરીક્ષા ફી, પુસ્તકો ખરીદવાનો ખર્ચ, લેપટોપ જેવાં સાધનો ખરીદવાનો ખર્ચ, પ્રવાસનો ખર્ચ તેમજ યુનિવર્સિ‌ટીના પ્રોસ્પેક્ટસમાં લખેલા ખર્ચનો સમાવેશ થાય છે.
ધિરાણમર્યાદા : વિદેશમાં ભણવા માટે વધુમાં વધુ મર્યાદા રૂ. ૨૦ લાખની છે. જવલ્લે જ કોઈ કિસ્સામાં વધુ રકમની લોન આપવામાં આવે છે.
સિક્યોરિટી : વિદ્યાર્થીના માતા-પિતાએ યોગ્ય રકમની સંપત્તિ બેન્ક પાસે ગીરો મૂકવી પડે છે. તેઓ તે સંપત્તિના માલિક હોવા જરૂરી છે.
મોરાટોરિયમ પિરિયડ : ભણતર પૂરૂં થયાનાં એક વર્ષ અથવા તો નોકરી મળ્યાના છ માસ બાદ બેમાંથી જે પહેલાં બને તે.