• Gujarati News
  • સોનામાં ~પ૦ અને ચાંદીમાં ~૩૦૦નો સુધારો

સોનામાં ~પ૦ અને ચાંદીમાં ~૩૦૦નો સુધારો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. રાજકોટ
સ્ટોકિસ્ટ અને ટ્રેડ‌ર્સની સારી લેવાલી અને લગ્નસરાની સિઝનમાં સારી ખરીદી નીકળવાની ધારણા વચ્ચે આજે ભારતીય બુલિયન બજારમાં સોના અને ચાંદીના ભાવમાં મજબૂતાઇ જોવા મળી હતી. સોનામાં રૂ.પ૦ અને ચાંદીમાં રૂ.૩૦૦ વધ્યા હતા. અમેરિકામાં રોજગારીમાં વધારો થતાં તેની અસરરૂપે વિશ્વબજારમાં હાજરમાં સોનું ૧૨૮૦ ડોલર પ્રતિ ઔંશ નજીક પહોંચ્યું હતું. આજે સ્થાનિકમાં રાજકોટ ખાતે સોનું રૂ.પ૦ વધી રૂ.૩૧,૩૦૦, સોનું બિસ્કિટ રૂ.પ૦૦ વધી રૂ.૩,૧૩,૦૦૦ અને ચાંદી રૂ.૩૦૦ વધી રૂ.૪૮,૬૦૦ થઇ હતી. અમદાવાદ ખાતે સોનાના ભાવ રૂ.૩૧,૨૦૦ અને ચાંદી રૂ.૪૮,પ૦૦ તેમજ મુંબઇ ખાતે સોનું રૂ.પ૦ વધી રૂ.૩૦,૯૯૦ અને ચાંદી રૂ.૨૮૦ વધી રૂ.૪૯,૭૮૦ થઇ હતી.