• Gujarati News
  • પક્ષો રોકડા રૂપિયા લે છે અને ખર્ચ ચેકથી કરે છે

પક્ષો રોકડા રૂપિયા લે છે અને ખર્ચ ચેકથી કરે છે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પંકજકુમાર પાંડેય. નવી દિલ્હી
રાજકીય પક્ષો પોતાના ફંડ માટે જે રકમ લે છે તે રોકડા લે છે પરંતુ ખર્ચ ચેકથી કરવાનું જ પસંદ કરે છે. આ વિશ્લેષણ એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોમ્‌ર્સે રાજકીય પક્ષો દ્વારા ચૂંટણીપંચને સોંપેલા ખર્ચના અવલોકનના આધારે કર્યું છે. તેમાં જણાવ્યા અનુસાર વર્ષ ૨૦૦૮માં કોંગ્રેસ, ભાજપ અને બસપા સહિ‌ત રાષ્ટ્રીય રાજકીય પક્ષોએ મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન અને દિલ્હી માટે ૧૮૨ કરોડ રૂપિયા ખર્ચ કર્યા. તેમાં ૧૩પ.પ૨ કરોડ રૂપિયાનો ખર્ચ દર્શાવ્યો.
કોંગ્રેસે કુલ ભંડોળના ૯૩.૪૩ ટકા એટલે કે ૮૧.૯૨ કરોડ રૂપિયા રોકડા મેળવ્યા. ભાજપે પણ કુલ ભંડોળના ૮પ ટકા એટલે કે અંદાજે ૧૪.૪૪ કરોડ રૂપિયા રોકડા મેળવ્યા. બસપાએ તો પૂરા ૭૬.૨૦ કરોડ રૂપિયા રોકડા મેળવ્યા. પૈસા લેવાના મોડયુલથી તદ્દન ઊલટું કોંગ્રેસે પ૮ ટકાથી વધારે અંદાજે ૬૦ કરોડ રૂપિયાની ચુકવણી ચેક અથવા ડિમાન્ડ ડ્રાફ્ટ દ્વારા કરી. ભાજપે પોતાના ૯૮ ટકાથી વધારે ખર્ચ ચેક અને ડીડીથી બતાવ્યા છે. બસપાએ પણ પોતાના ખર્ચ આ રીતે જ દર્શાવ્યા છે. ચૂંટણીપંચને અપાયેલી માહિ‌તીમાં કોંગ્રેસે સૌથી વધારે ખર્ચ અંદાજે ૪૧.૩૮ કરોડ રૂપિયા પ્રચાર માટે બતાવ્યા છે. ભાજપે પોતાનો ખર્ચ કયા મદમાં કર્યો તેનું અવલોકન પંચે નથી આપ્યું.