• Gujarati News
  • લિંબાયતની બે બહેનોને બોગસ ચલણી નોટ આપનારો યુવાન ચલથાણથી ઝડપાયો

લિંબાયતની બે બહેનોને બોગસ ચલણી નોટ આપનારો યુવાન ચલથાણથી ઝડપાયો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. સુરત
લિંબાયત વિસ્તારમાં આવેલી કેસરભવાની સોસાયટીમાં છેલ્લા ૬ મહિ‌નાથી ભાડુઆત તરીકે રહેતી બે સગી બહેનો દિવળીના એક દિવસ પહેલા ૧૬,૦૦૦ની બોગસ ચલણી નોટ સાથે ઝડપાઈ હતી. આ બંને બહેનોને જે વ્યક્તિએ બોગસ નોટ આપી હતી તેને પણ ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયો છે.
લિંબાયતની કેસર ભવાની સોસાયટીમાં ૬ માસથી ભાડુઆત તરીકે રહેતી ૪૦ વર્ષીય પુષ્પાબેન ઉર્ફે અક્કા સાહેબરાવ સાવલે અને તેની ૨૮ વર્ષીય બહેન વંદના ઉર્ફે વૈશલી ભાવસાહેબ બાબુલ ((મૂળ રહે. મહારાષ્ટ્ર)) નામની મહિ‌લાઓને લિંબાયત પોલીસે ૧૬ હજારના દરની બોગસ ચલણી નોટ સાથે ઝડપી પાડી હતી. ત્યારબાદ આ કેસની તપાસ ક્રાઇમ બ્રાંચને સોંપાઈ હતી. જેમની પૂછપરછમાં ખબર પડી કે, તેમને આ નોટ સતીષ ઉર્ફે ભોલા રાજકુમાર પ્રસાદ ((રહે. ભગવતી કોમ્પ્લેક્સ, ચલથાણમૂળ રહે. ધનકી, થાના બેલા, બિહાર)) નામના યુવાને આપી હતી. ક્રાઇમ બ્રાંચે આ યુવાનને શોધી કાઢી તેની ધરપકડ કરી હતી. પૂછપરછ કરતા તેણે એવી કેફિયત રજૂ કરી હતી કે, આ નોટ બોગસ છે એ બાબતે મને ખબર ન હતી. પુષ્પા અને વંદનાને ૨૦ હજાર આપવાના હતા, જે દેવું મેં ચૂકતે કરી આપ્યું હતું. હું ચલથાણમાં વીસી ચલાવું છું. જેમાં ઘણા લોકો મને રૂપિયા આપી જાય છે. વે ક્રાઇમ બ્રાંચ એ વ્યક્તિને શોધી રહી છે, જે સતીષને બોગસ નોટ આપી ગયો હતો. આ બોગસ નોટની બનાવટ જોઇને ક્રાઇમ બ્રાંચને એવી આશંકા છે કે તે પાકિસ્તાનથી નેપાળ અને પછી યુપી અથવા તો બિહાર થઈને સુરતમાં ઘૂસાડવામાં આવી છે.