આતંકવાદ અને ચીન

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શિયા-ભારત-ચીનના ((રિક)) વિદેશમંત્રીઓની ૧૨મી બેઠક એ દૃષ્ટિએ મહત્ત્વની રહી કે તેમાં પ્રથમ વખત આતંકવાદ વિરુદ્ધના સંઘર્ષમાં સહયોગની જરૂરિયાતને ચીને પણ મહત્ત્વની જાણી છે. પરિણામ સ્વરૂપે ત્રણેય દેશોમાં આ ખતરા સામે સહયોગ વધારવા પર સહમતી સધાઈ છે. ત્રણેય દેશોએ અફઘાનિસ્તાનની સ્થિતિને આ ક્ષેત્ર માટે સૌથી મોટી ચિંતા તરીકે સ્વીકારી છે. આ ક્રમમાં ચીન અફઘાનિસ્તાનમાં રાજકીય ગઠબંધનની પ્રક્રિયાને સ્થાનિક નેતૃત્વમાં ચલાવવા અને સ્થાનિક જૂથોની માલિકીમાં રાખવાના સિદ્ધાંત પર ટેકો આપવા રાજી થયું છે. આ વાત પાકિસ્તાનના વિરોધમાં જાય છે. અગાઉ ચીન રિક કે કોઈ અન્ય આંતરરાષ્ટ્રીય મંચ પર આતંકવાદને મુદ્દે ઠંડું વલણ રાખતું હતું. પાકિસ્તાનના વિરુદ્ધની દરેક બાબત કહેતાં તે બચતું રહેતું હતું. એટલા માટે જ ચીનના વિદેશમંત્રી વાંગ યી દ્વારા નવી દિલ્હી ખાતેની રિકની બેઠકમાં જેહાદી આતંકવાદનો મુદ્દો ઉઠાવવાની બાબતનું ટીકાકારોએ સ્વાગત કર્યું છે. બેઠક બાદ બહાર પડાયેલા સંયુક્ત નિવેદનમાં કહેવાયું છે કે, આતંકવાદને વૈચારિક, ધાર્મિ‌ક, રાજકીય, જાતીય કે કોઈ અન્ય આધારે સમર્થન આપવાને ન્યાયોચિત કહી શકાય નહીં.’ ચીનના વલણમાં આવેલા આ પરિવર્તનનું કારણ તાજેતરની ઘટનાઓ છે, જેમાં આતંકીઓ ત્યાંના સત્તાકેન્દ્રો સુધી પહોંચવામાં સફળ થયા છે. ગયા અઠવાડિયે ચીનના ઉત્તર રાજ્ય શાન્સીની રાજધાનીમાં ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીની કચેરીની બહાર થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટમાં એક વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું હતું અને આઠ ઘાયલ થયા હતા. આ અગાઉ આતંકીઓ બિજિંગના થ્યેન-આન-મેન ચોક પર કાર બોમ્બ વિસ્ફોટ કરવામાં સફળ રહ્યા હતો. એટલે કે જ્યારે પોતાની વાત આવી ત્યારે ચીનને અસલ જોખમ સમજાયું છે. હવે તેનું વ્યવહારિક પરિણામ શું આવશે એ જોવુ ંરહ્યું.