• Gujarati News
  • આપણી કૂટનીતિનો ચોક્કસ આકાર જ નથી!

આપણી કૂટનીતિનો ચોક્કસ આકાર જ નથી!

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પણા એક પૂર્વ વડાપ્રધાનની કાર્યશૈલી વિશે નવી દિલ્હીમાં રમૂજ સાંભળેલી. કોઇ મહત્ત્વના મુદ્દા પર ચર્ચા માટે મુલાકાતી જાય એટલે તેમનું સ્વાગત થાય. વડાપ્રધાન તેમની પસંદગીની ચા કે કોફી વિશે પૂછપરછ કરે. પછી ચર્ચા ચાલે કે ચા જેવું સ્વદેશી પીણું અને કોફીનું ગ્લોબલાઈઝેશન’... મૂળ મુદ્દો ભુલાઈ જાય અને મુલાકાતી મહાનુભાવનો સમય પૂરો થઈ ગયો હોય એટલે વડાપ્રધાન નમસ્તે’ કહી દે. ન મળી ચા, ન મળી કોફી અને ન ચર્ચાયો મુદ્દો! ૧૬ ડિસેમ્બરથી શ્રીલંકામાંચોગમ’નું ((કોમનવેલ્થ હેડ્સ ઑફ ગવર્નમેન્ટ મિટિંગ)) ૨૩મું સંમેલન યોજાઈ રહ્યું છે. ૧૯૪૯માં માંડ આઠ દેશો ((તે ય બ્રિટિશરોની હકુમતનો અનુભવ કરી ચૂકેલા!))થી શરૂ થયેલું આ સંગઠન અત્યારે પ૩ દેશોની સભ્યસંખ્યા ધરાવે છે. પ૩માં ફિજીને ત્યાં ચાલેલા સંઘર્ષને લીધે રદબાતલ કરાયું છે.
શ્રીલંકામાં સિંહલ અને તમિલ એમ બે જાતિઓની વચ્ચેનો કરપીણ ગજગ્રાહ જાણીતો છે. ભંડારનાયક જેવા વડાપ્રધાનની તો હત્યા પણ થયેલી. એલટીટીઈ અને તમિળ ટાઈગર હથિયારથી સજ્જ છે અને સિંહલ સમુદાયની બહુમતી ભોગવતી સરકાર તેના પર જોરજુલમ કરે છે : આ મામલો શ્રીલંકાને માટે આંતરિક જ ગણાય. પણ જ્યાં તમિળો બીજા દેશોમાં વસે છે તે ભારત અને મલેશિયા માટે મોટો સવાલ એ છે કે શ્રીલંકાની સરકારને સમર્થન આપવું કે નહીં? ચીન અને પાકિસ્તાન શ્રીલંકાની આ ફાટફૂટમાં કુશળ રણનીતિ અજમાવી રહ્યાં છે. કેનેડાએ માનવાધિકારના ભંગ માટે ચોગમ’માં જવાની ના પાડી દીધી છે. ઈંગ્લેંડમાં યે માનવાધિકારવાદીઓએ વિરોધ કર્યો પણ વડાપ્રધાન કેમેરોન જશે. હા, પોતાની વૃદ્ધાવસ્થાને લીધે પહેલીવાર રાણી ઍલિઝાબેથ ભાગ નહીં લે અને ચાલ્‌ર્સ પ્રિન્સ ઑફ વૅલ્સ પ્રતિનિધિ બનશે.
સ્વાભાવિક રીતે જ સંપૂર્ણ દેશ તરફથી વડાપ્રધાન આવા આંતરરાષ્ટ્રીય સંગઠનોમાં ભાગ લેતા હોય છે એટલે ભારતના વડાપ્રધાન પણ જશે એમ માની લેવામાં આવ્યું હતું. પણ તમિળનાડુ વિધાનસભાએ પ્રસ્તાવ કર્યો કે શ્રીલંકામાં તમિળો પર જુલમ થઇ રહ્યો છે એટલે વડાપ્રધાને આ સંમેલનમાં ભાગ લેવો ન જોઈએ. પત્યું! વિદેશનીતિએ કેન્દ્રનો વિષય છે, રાજ્યોનો નહીં એમ બંધારણે કહ્યું તો છે, પણ દિલ્હી વિરુદ્ધ વિવિધ રાજ્યોનો મામલો એવો ગૂંચવાયેલો છે કે કેન્દ્ર કોઈ દઢતાપૂર્વકનો નિર્ણય જ લઇ શકતું નથી. કાશ્મીરની વાત તમામ આંતરરાષ્ટ્રીય પરિષદોમાં એક યા બીજી રીતે અસર કરે છે. નક્સલવાદ ભલે રાજ્યોમાં પ્રસરેલો હોય, છેવટનો નિર્ણય લેવામાં કેન્દ્રે સક્રિય રહેવું પડે છે. ઘણા સમય સુધી નાગાલેન્ડ, અને ગ્રેટર મીઝોરમના પ્રશ્નોને આંતરરાષ્ટ્રીય બનાવી દેવાયા હતા. શું કેન્દ્રે રાજ્યો કહે તે પ્રમાણે જ વર્તવું રહ્યું? હવે, તમિળ પ્રશ્ને કેન્દ્રની પાસે નિર્ણાયક નીતિ ન નથી! દક્ષિણનાં રાજ્યો મુખ્યત્વે તમિળનાડુ નારાજ થાય તો કેમ ચાલે ? ભવિષ્યે ત્યાં પણ ચૂંટણી થકી જીત મેળવવી હોય કે ત્યાંના બળવાન રાજકીય પક્ષ- ડીએમકે કે પછી એઆઈએડીએમકેનો કેન્દ્રમાં ટેકો મેળવવો હોય તો રાજી રાખવા જ પડે ને?
શ્રીલંકામાં આયોજિત ચોગમ’માં ભારતના વડાપ્રધાનને ખાસ’ આમંત્રણ અપાયું પરંતુ છેવટે મનમોહનસિંહ તેમા હાજરી નહીં જ આપે એવું હાલમાં જાહેર થયું છે. ચૂંટાયેલા વડાપ્રધાન સી.વી. વિગ્નેશ્વરમે તો તેમને જાફના વિસ્તારની મુલાકાતનું ય આમંત્રણ આપ્યું, જ્યાં તમિળ બહુમતી છે. બીજી તરફ શ્રીલંકાના રાષ્ટ્રપ્રમુખ મહેન્દ્ર રાજપક્ષ પણ ઈચ્છે છે કે ભારતના વડાપ્રધાન અવશ્ય આ સંમેલનમાં ઉપસ્થિત રહે. શ્રીલંકા, બર્મા ((મ્યાંમાર)), નેપાળ, બાંગલાદેશ અને લક્ષદ્વીપ: આટલા નાનકા દેશો ભારતને મોટા ભાઈ’ ગણીને તેમની નિશ્રામાં રહે તેવી ભૌગોલિક અને રાજકીય સ્થિતિને આપણી કેન્દ્ર સરકારે વડાપ્રધાન ચોગમમાં ભાગ નહીં લે તેવું સ્પષ્ટ સ્ટેન્ડ લઈને તદ્દન વેડફી નાખી છે. વાસ્તવિકતા એ હતી કે ભારતીય ઉપખંડના દેશો જો એક અને અડગ રહ્યા હોત તો ચીન-અમેરિકાના ખેલ આપણને અસર કરી શક્યા ન હોત. પણ આ જો’ અને તો’ની વિડંબનાની વચ્ચે સમર્થ-નિર્ણાયક રાજનીતિ અને નેતૃત્વનો એક સ્તંભ ખોડાયેલો હોય છે. ભારતની પંગુ વિદેશનીતિ ((જેનો પ્રારંભ વી.કે. કૃષ્ણમેનન અને જવાહરલાલના સમયથી જ થઈ ગયો હતો.)) અને કૂટનીતિ ((ડિપ્લોમસી))એ આવડા મોટા દેશની સજ્જતા અને શક્તિ પર પાણી ફેરવી દીધાના અસંખ્ય પ્રસંગો નોંધાયા છે. અરે, રબાત-પરિષદમાં તો ભારતે સામે ચડીને પ્રતિનિધિરૂપે એક પ્રધાનને મોકલ્યા હતા, ફખરુખદ્દીન અલી અહમદને,- તેમને પરિષદમાં પ્રવેશવાની અને ભાગ લેવાની મનાઈ ફરમાવી દેવાઈ હતી! વિડંબના તો જુઓ કે પછીથી એ જ મહાનુભાવ આપણા રાષ્ટ્રપ્રમુખ બન્યા અને આંતરિક કટોકટીના કલંકિત અધ્યાદેશ પર સહી પણ કરી આપી હતી. મનમોહનસિંહ ચોગમ’માં જવાના નથી. દરમિયાન સલમાન ખુરશીદ પ્રતિનિધિરૂપે જશે એવું હાલ જણાવાયું છે.ભારતે શ્રીલંકાની મૈત્રી હાલ ગુમાવવી પોસાય તેમ નથી... એટલે વિદેશનીતિ’ તો દેશનીતિમાં સર્વોચ્ચ મહત્ત્વ ધરાવે છે. આપણી વિદેશનીતિ-કૂટનીતિનો કોઈ નિ‌શ્ચિ‌ત આકાર જ નથી! પેલા શાયરના શબ્દોમાં-
નિકલે થે કહાં જાને કે લિયે,પહૂંચે ભી કહાં માલૂમ નહીં!
રાહોં મેં ભટકતે કદમોં કો, મંઝિલ કા નિશાં માલૂમ નહીં!!