• Gujarati News
  • એજન્ડા જાહેર કર્યા વગર આજે સ્થાયી સમિતિની બેઠકઆચારસંહિ‌તા હળવી થઈ પણ પ્રચારસંહિ‌તા જારી!

એજન્ડા જાહેર કર્યા વગર આજે સ્થાયી સમિતિની બેઠકઆચારસંહિ‌તા હળવી થઈ પણ પ્રચારસંહિ‌તા જારી!

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ . સુરત
પ‌શ્ચિ‌મની પેટાચૂંટણીને લીધે લાગેલી આચારસંહિ‌તામાંથી પાલિકાને ઘણેઅંશે છૂટકારો મળ્યો છે, પરંતુ વિકાસકામોની પ્રચારસંહિ‌તા યથાવત રહી છે. મંગળવારે સ્થાયી સમિતિની બેઠક બોલાવાઈ છે. તેમાં દોઢસો કરોડ ઉપરાંતના વિકાસકામો સામેલ કરાયા છે, પરંતુ તેના માટે નક્કી કરેલા એજન્ડા અને લેવાનારા નિર્ણયોની જાહેરાત ઉપર રોક લાગી છે. એટલે, એજન્ડાની જાહેરાત વગર મંગળવારે સ્થાયી સમિતિમાં ભાજપ શાસકો કરોડો રૂપિયાના કામો ઉપર નિર્ણય લેશે.
મંગળવારે સ્થાયીની અઠવાડિક બેઠક બોલાવાઈ છે. બેઠકમાં બીઆરટીએસના કેનાલ કોરિડોર ઉપર કરોડોના ખર્ચે બસ શેલ્ટર, શહેરની ખાડીઓના કિનારે પાળા અને તેની ઉપર રસ્તા બનાવવાના કામો મળી કુલ ૧પ૦ કરોડ ઉપરાંતના વિકાસ કામોની ઉપર નિર્ણય લેવાય તેમ છે. એટલે, આચારસંહિ‌તા હળવી બન્યાં પછી સ્થાયીસમિતિ વિકાસકામો ઉપર મત્તુ મારશે પરંતુ આ કામો માટેની સૂચિ((એજન્ડા)) જાહેર કરવામાં હજુ આચારસંહિ‌તા નડતી હોઈ એજન્ડા જાહેર કર્યા વગર જ આ બેઠક મળશે. બેઠક મળી ગયા પછી નિર્ણય અંગેની સત્તાવાર જાહેરાત પણ નહીં કરાશે.
પ‌શ્ચિ‌મ વિધાનસભાની બેઠક ઉપર પેટાચૂંટણીને લીધે સમગ્ર શહેર અને જિલ્લામાં આચારસંહિ‌તા અમલી બની હતી. તેમાં ઘણેઅંશે છૂટકારો મળ્યો છે. માત્ર પ‌શ્ચિ‌મ વિધાનસભા મતવિસ્તારને છોડીને બાકીના વિસ્તારને લગતાં હોય તે માટે ૪૦ પ્રકારના વહીવટી, મેઇન્ટેનન્સ અને વિકાસકામોને મંજૂરી આપવામાં આચારસંહિ‌તા બાધારૂપ નહીં હોવાનું સિગ્નલ મળી ચૂક્યું છે. ભાજપ શાસકો આનંદવિભોર થયાં છે. જોકે, બેઠકમાં નિર્ણય લેવા માટે સામેલ કરાતા કામો અને બેઠક પછી લેવાયેલા નિર્ણયની સત્તાવાર જાહેરાત ઉપર બ્રેક લગાવાઈ હોઈ, આચારસંહિ‌તા હટી પણ જાણે પ્રચારસંહિ‌તા લાગી હોય તેવું ભાજપ શાસકો અનુભવી રહ્યાં છે.