• Gujarati News
  • પ‌શ્ચિ‌મની બેઠક પર કોંગ્રેસની ડિપોઝીટ ડૂલ કરાવવાનો ટાર્ગેટપ‌શ્ચિ‌મની ચૂટણીના પરિણામનો લોકસભ

પ‌શ્ચિ‌મની બેઠક પર કોંગ્રેસની ડિપોઝીટ ડૂલ કરાવવાનો ટાર્ગેટપ‌શ્ચિ‌મની ચૂટણીના પરિણામનો લોકસભાની ચૂંટણીમાં પ્રચાર માટે ઉપયોગ કરવાની રણનીતિ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ . સુરત
સુરત-પ‌શ્ચિ‌મની બેઠકની પેટાચૂંટણીને ભાજપે લોકસભાની ચૂંટણી માટેનું હોડિગ્સ’ બનાવવાનો ટાર્ગેટ નક્કી કર્યો છે. પ‌શ્ચિ‌મની બેઠક ઉપર કોંગ્રેસની ડિપોઝીટ ડૂલ કરાવી અથવા એકલાખથી વધુ મતની લીડથી પરાજય આપવા માટેનું લક્ષ્ય નક્કી કર્યું છે. શહેરી વિસ્તારમાં કોંગ્રેસનો સફાયો થઈ ચૂક્યો હોવાનો લોકસભાની ચૂંટણીમાં મેસેજ’ આપવા આવો લક્ષ્યાંક નક્કી કરાયો છે. અલબત્ત, ભાજપની આ રણનીતિમાં કોંગ્રેસની પણ મૂકસંમતિ હોય તેવું સોમવારે શહેરમાં કોંગ્રેસના રાજેશ્રી હોલ ખાતેના સ્નેહમિલન સંમેલનમાં દેખાયેલી ગતિવિધિઓએ ઇશારો કર્યો હતો.
સુરત-પ‌શ્ચિ‌મની બેઠક ઉપર પેટાચૂંટણી છે, ઉપરથી આસાન બેઠક છે છતાં આખા શહેરના સંગઠન અને તમામ ચૂંટાયેલા કાર્પોરેટરને પણ કામે લાગવાનું ફરમાન કરાયું છે. એક એક ર્કોપોરેટર અને વો‌ર્ડ‌ સંગઠનના હોદ્દેદારોને એક-એક બુથના પ્રભારી તરીકેની કામગીરી સોંપી દેવાઈ છે. આનીપાછળ ભાજપની રણનીતિ કંઈક જુદી હોવાનું જોવાય છે. પ‌શ્ચિ‌મની બેઠક ભાજપ માટે હારની ચિંતાનો વિષય નથી. છતાં આ બેઠક ઉપર પેટાચૂંટણીમાં માઇક્રોલેવલની જવાબદારી સોંપવા પાછળ લોકસભાની ચૂંટણી માટે આ પેટાચૂંટણીના પરિણામોનો ઉપયોગ કરવાની ગણતરી રાખવામાં આવી છે.
પ‌શ્ચિ‌મની ચૂંટણીના પરિણામો લોકસભામાં પ્રચારનો મુદ્દો
શહેર ભાજપના વર્તુળો કહે છે કે, પ‌શ્ચિ‌મની બેઠક ઉપર ભાજપની જીત અમારા માટે મુદ્દો નથી પરંતુ તેના સજ્જડ પરિણામો હવે અમારા માટે મુદ્દો છે. અમે આ બેઠક ઉપર ગત ચૂંટણીમાં ૭પહજાર મતની લીડ મેળવી હતી. આ વખતે કોંગ્રેસની ડિપોઝીટ ડૂલ થાય તેવો ટાર્ગેટ રાખ્યો છે. તેમ નહીં તો કમસેકમ કોંગ્રેસને એકલાખથી વધુ મતની લીડથી હરાવવા માટેની અમારી તૈયારી છે. એટલા માટે અમે દરેક બુથદીઠ અમારા સમગ્ર શહેરના સંગઠનને કામે લગાડી દીધું છે. આ પ્રકારની રણનીતિ એટલા માટે નક્કી કરાઈ છે કે અમારે આ પેટાચૂંટણીના પરિણામોને લોકસભાના પ્રચાર માટે ઉપયોગ કરવા છે. જો આ પ્રકારના પરિણામો પેટાચૂંટણીમાં મેળવવામાં સફળ રહીશું તો આગામી લોકસભાની ચૂંટણીમાં રાજ્યની તમામ બેઠક ઉપર અમે આને મુદ્દો બનાવીશું. કોંગ્રેસનું શહેરી વિસ્તારમાં અસ્તિત્વ રહ્યું નથી. તેવું દર્શાવી શકીશું