• Gujarati News
  • ઉંમર જનરલે આગોતરા અરજી કરી

ઉંમર જનરલે આગોતરા અરજી કરી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉંમર જનરલે કરી આગોતરા અરજી
સુરત: યતીમખાનામા જમીન ખરીદીમાં આચરાયેલી ગેરરીતિ બાબતે ક્રાઇમ બ્રાન્ચે એફઆઈઆર નોધતા આ કેસમાં યતીમખાનાના પ્રમુખ ઉંમર જનરલ દ્વારા કો‌ર્ટમાં આગોતરા જામીન અરજી કરવામાં આવી હતી. આ કેસની ટૂંકી વિગત એવી છે કે અઠવાગેટ સ્થિત આવેલાં યતીમખાનાના કર્તાધર્તાઓ દ્વારા કેટલીક જમીન ખરીદી બાબતે ભારોભાર ગુનાહિ‌ત બેદરકારી આચરવામાં આવી હતી. જે અંગે ક્રાઇમ બ્રાન્ચે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી હતી. આ કેસમાં આજે ધરપકડથી બચવા માટે યતીમખાનાના પ્રમુખ ઉંમર જનરલ દ્વારા કો‌ર્ટમાં આગોતરા જામીન અરજી કરવામાં આવી હતી.