• Gujarati News
  • ...લો હજી વરાછા અને કતારગામઝોનમાં સ્ટાફનું વેકેશન પુરું નથી થયું!

...લો હજી વરાછા અને કતારગામઝોનમાં સ્ટાફનું વેકેશન પુરું નથી થયું!

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ, વરાછા
દિવાળી વેકેશનમાં મોટેભાગના અધિકારીઓ, કર્મચારીઓ હજી પણ રજા પર જ હોવાથી વરાછા-કતારગામ ઝોનમાં વેકેશનનો માહોલ જોવા મળી રહ્યો છે. લોકોને હતું કે ઝોનમાં સોમવારથી કામગીરી રાબેતા મુજબની શરૂ થઈ જશે તે મુજબ ઝોનની કચેરીઓ, વો‌ર્ડ‌ કચેરીઓ તો ખુલી છે પરંતુ સ્ટાફની અછત વચ્ચે કર્મચારીની ગેરહાજરી અને ખાસ કરીને ટેક્નિકલ સ્ટાફ અને કામદારો પણ રજા પર હોવાથી રસ્તા, પાણી, સ્ટ્રીટલાઈટ તથા નાના-મોટા વિકાસના કામો અટકી પડયાં છે.
દર વર્ષે લાભપાંચમ બાદ એક-બે દિવસમાં ખાસ કરીને પાલિકાના વરાછા-કતારગામ ઝોનની કામગીરી રાબેતા મુજબ ચાલુ થઈ જાય છે અને પડતર રહેલા કામો પણ શરૂ થઈ જતાં હોય છે પરંતુ આ વર્ષે લાભપાંચમ ગયાને અઠવાડિયું થવા છતાં પણ આ બંને ઝોનમાં હજી વેકેશનનો જ માહોલ જોવા મળી રહ્યો છે. સોમવારથી રાબેતા મુજબની કામગીરી શરૂ થશે તેવું લોકોને જણાતુ હતું પરંતુ ઝોન કચેરીઓ કે વો‌ર્ડ‌ ઓફિસોમાં કર્મચારીની અછત વચ્ચે ટેકનિકલ સ્ટાફ અને કામદારો રજા પર છે. કતારગામ ઝોનમાં પણ કાર્યપાલક ઈજનેર જરીવાલા ગેરહાજર છે. તો વરાછા ઝોનમાં પણ ડેપ્યુટી ઈજનેરો સહીતના સ્ટાફનું વેકેશન પુરું થયું નથી. તેથી પોતાના પડતર પ્રશ્નોના નિકાલ માટે જતા લોકો પરત ફરવાનો વખત આવ્યો છે.
બંને ઝોન વિસ્તારોના રસ્તાઓ ચોમાસા દરમિયાનના બિસ્માર થઈ ગયા હતા અને સ્ટ્રીટ લાઈટના પ્રશ્નોના નિરાકરણ આવ્યા નથી તો રસ્તાનું કામ નહી થતા લોકોમાં કચવાટ પ્રવર્તી‍ રહ્યો છે.