• Gujarati News
  • પ‌શ્ચિ‌મ વિધાનસભા ઇલેકશન : એક ફોર્મ ભરાયુંકુલ પાંચ ફોર્મ લઈ જવાયા, ૧૬મી સુધી ફરી શકાશે

પ‌શ્ચિ‌મ વિધાનસભા ઇલેકશન : એક ફોર્મ ભરાયુંકુલ પાંચ ફોર્મ લઈ જવાયા, ૧૬મી સુધી ફરી શકાશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત પ‌શ્ચિ‌મ માટે ખાતું ખૂલ્યું ૧ ફોર્મ ભરાયું
ભાસ્કર ન્યૂઝ . સુરત
પ‌શ્ચિ‌મ વિધાનસભા ઇલેકશન માટે મૂરતિયાઓ સામે આવવા લાગ્યા છે. આજે અપક્ષ તરફથી એક ફોર્મ ભરવામાં આવ્યું હતું. જ્યારે ચાર ફોર્મ વહેંચાયા હતા. નોંધનીય છે કે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૧૬મી નવેમ્બર છે. કલેકટર કચેરીની ચૂંટણી શાખાના સૂત્રોએ આપેલી માહિ‌તી અનુસાર આજે મનજી આંબલિયા નામના અપક્ષ ઉમેદવારે ફોર્મ ભરીને રજૂ કર્યું હતું. હજુ સુધી મુખ્ય પક્ષોએ પોતાના ઉમેદવાર જાહેર કર્યા નથી.
જ્યારે અન્ય ચાર ફોર્મ વહેંચાયા હતા જેમાં અપક્ષના બે, ભાજપ અને મજપા તરફથી એક ફોર્મ લઈ જવામાં આવ્યું હતું. નોંધનીય છે કે પ‌શ્ચિ‌મ વિધાસભા ઇલેકશન માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૧૬ નવેમ્બર છે.
ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ ૧૯મી નવેમ્બર છે. પ‌શ્ચિ‌મ વિધાનસભામાં મતદારોની કુલ સંખ્યા ૨.૩ લાખ છે. મતક્ષેત્રમાં કુલ ૨૦૦ બુથ આવ્યાં છે.