• Gujarati News
  • રંજન ફેશન ડાઇંગમીલના માલિકની પત્નીનો ૧૨મા માળેથી ઝંપલાવી આપઘાત

રંજન ફેશન ડાઇંગમીલના માલિકની પત્નીનો ૧૨મા માળેથી ઝંપલાવી આપઘાત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. સુરત
વેસુના રત્નજ્યોતી એપા‌ર્ટમેન્ટના ૧૨મા માળેથી મારવાડી સમાજના ગુપ્તા પરિવારની ૩૪ વર્ષીય પરિણીતાએ રવિવારની રાત્રી દરમિયાન ઝંપલાવી જઈ આપઘાત કરી લીધો હતો. કડોદરા ખાતે રંજન ફેશન પ્રા.લી ડાઈગ મીલના માલિક એવા પતિએ ઘરમાં વેરવિખેર પડેલી ચિજવસ્તુઓ અંગે પિતા સામે જ ઠપકો આપતા લાગી આવ્યું હતું અને આકરુ પગલુ ભરી લીધુ હોવાનુ ઉમરો પોલીસ જણાવે છે. જ્યારે સિવિલ હોસ્પિટલમાં કરાયેલા પોસ્ટમો‌ર્ટમમાં મૃતકના જમણા હાથે ઉઝરડાના અને બે-ત્રણ દિવસ જુના મારના નિશાન મળી આવ્યા હતાં !
સિવિલ હોસ્પિટલ તથા ઉમરા પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ વેસુ વિસ્તારના રત્નજ્યોતી એપા‌ર્ટમેન્ટના એફ ટાવરમાં એ-૧૨ નંબરના ૧૨માં માળના ફ્લેટમાં રહેતા સુજીતકુમાર રામેશ્વર પ્રસાદ ગુપ્તા કડોદરામાં રંજન ફેશન પ્રા.લી. નામે ડાઈગ મિલ ધરાવે છે. તેમની ૩૪ વર્ષીય પત્ની રશ્મીબેને રવિવારના રોજ રાત્રિના ૯.૩૦ વાગ્યાના સુમારે ૧૨મા માળના ફ્લેટની ગેલેરીમાંથી નીચે ઝંપલાવી દીધુ હતું.
તેનુ નીચે પટકાઈ પડતા સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ બનાવને લીધે તે વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી અને સ્થાનીક રહીશો એકત્રિત થઈ ગયા હતા.
બનાવ અંગે ઉમરા પોલીસને જાણ થતા પીએસઆઈ ડી.વી.હડાત સ્ટાફ સાથે ઘટના સ્થળે ધસી ગયા હતા અને પંચનામુ કરીને લાશનો કબ્જો લઈ પોસ્ટમો‌ર્ટમ અથે૪ સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપી હતી. ઉમરા પોલીસે આકસ્મીક મોત નોંધ કરી હતી.