• Gujarati News
  • નારાયણ સાંઇને આખરે ૃચ્ ’ભાગેડુ જાહેર કરાયો

નારાયણ સાંઇને આખરે ૃચ્/’ભાગેડુ જાહેર કરાયો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત: આશ્રમની સાધિકા પર દુષ્કર્મના કેસમાં ગુન્હો દાખલ થયા બાદ સવા મહિ‌નાથી પોલીસને હાથ તાળી આપી રહેલાં નારાયણ સાંઇને આખરે ફરાર જાહેર કરાયો છે. આગામી ૩૦ દિવસમાં નારાયણ સાંઇ હાજર ના થાય તો તેની મિલ્કતો જ કરવાની કાર્યવાહી કરાશે.
નારાયણને ફરાર જાહેર કરવાની માગણી કરતી પોલીસે કરેલી અરજીના અનુસંધાનમાં આજે કો‌ર્ટે સીઆરપીસી ૮૨ મુજબ નારાયણ સાંઇ ઉપરાંત અન્ય બે સાધકોને ફરાર જાહેર કર્યા હતા. હવે ૩૦ દિવસના ગાળામાં જો ત્રણેય હાજર ન થાય તો પોલીસ તમામની મિલકત જપ્ત કરી શકશે. દિવાળી અગાઉ તમામ સામે સીઆરપીસી ૭૦ મુજબ ધરપકડનું વોરન્ટ ઇશ્યુ કરવામાં આવ્યું હતું. ત્યારબાદથી એકેય આરોપી કો‌ર્ટ સમક્ષ હાજર રહ્યા નહતા. એટલે છેવટે આજે પોલીસે કો‌ર્ટમાં તમામને ભાગેડુ જાહેર કરવા અંગેની એફિડેવિટ કરવી
પડી હતી.
આસારામના પુત્ર નારાયણ સાંઇ સામે એક સાધિકા પર દુષ્કર્મ ગુર્જાયાની ફરિયાદ જહાંગીરપુરા પોલીસ મથકમાં દાખલ થઇ છે. ફરિયાદ નોંધાયા બાદ પોલીસ દ્વારા દેશભરમાં ઠેર-ઠેર નારાયણ સાંઇને શોધવાની શરૂઆત કરી હતી. નારાયણની કોઈ ભાળ નહીં મળતા પોલીસે સીઆરપીસી ૭૦ મુજબ નારાયણ સાંઈ, સેવિકા ગંગા-જમના અને સેવક હનુમાન સામે ધરપકડના વોરન્ટ ઇશ્યુ કરવાની અરજી કરી હતી. કો‌ર્ટે દ્વારા આ અરજી પર સુનાવણી બાદ ૨૯મી ઓકટોબરના રોજ તમામ વિરુધ્ધ ધરપકડના વોરન્ટ ઇશ્યુ કર્યા હતા. વોરન્ટ ઇશ્યુ થયાના બાર દિવસ બાદ પણ એકેય આરોપી હાજર નહીં થતાં સમગ્ર કેસના નવા ઇન્વેસ્ટિગેશન ઓફિસર એસીપી મુકેશ પટેલ દ્વારા આજે કો‌ર્ટમાં તમામને સીઆરપીસી કલમ ૮૨ મુજબ ફરાર જાહેર કરવા અરજી કરવામાં આવી હતી. આ અરજી જજ એ.એસ.ગઢવીએ મંજૂર રાખી તમામને ફરાર જાહેર કર્યા હતા. આ સાથે કેસમાં સીઆરપીસી ૮૩ની કલમ પણ જોડી દેવાઈ હતી જે મુજબ જો આરોપીઓ ૩૦ દિવસમાં હાજર નહીં થાય તો તમામની મિલકત જપ્તીની શરૂઆત કરવામાં આવશે. નોંધનીય છે કે સીઆરપીસી ૭૦ મુજબ ધરપકડનું વોરન્ટ ઇશ્યુ થયા બાદ એક માત્ર ગંગા જ પોલીસના હાથ લાગી છે બાકી નારાયણ સા\\\'ઇ, કૌશલ ઠાકુર ઉર્ફે હનુમાન અને ભાવના પટેલ ઉર્ફે જમના હજી પોલીસને હાથતાળી આપી ફરાર છે.