• Gujarati News
  • પ‌શ્ચિ‌મની બેઠક ઉપર ચૂંટણી લડવા માટે ભાજપમાં દાવેદારોની ભરમારપ‌શ્ચિ‌મની બેઠક માટે ભાજપમાં નિર

પ‌શ્ચિ‌મની બેઠક ઉપર ચૂંટણી લડવા માટે ભાજપમાં દાવેદારોની ભરમારપ‌શ્ચિ‌મની બેઠક માટે ભાજપમાં નિરીક્ષકોએ દાવેદારોને સાંભળ્યા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૈન સમાજના ચારેય ફિરકાના અગ્રણીઓ પણ પહોંચ્યા
સોમવારે નિરીક્ષકોની સામે રજૂઆત કરવા માટે દાવેદારોની સાથે તેમના સમર્થકોના ટોળા તો નજરે પડયાં હતાં. જોકે,દાવેદારોના સમર્થનમાં સમાજના અગ્રણીઓ પણ રજૂઆત માટે આગળ આવ્યાં હતાં. પ‌શ્ચિ‌મની બેઠક ઉપર કોઈ એક જ સમાજને કેન્દ્રમાં રાખીને ઉમેદવાર નક્કી કરવાને બદલે જૈનસમાજને પણ ધ્યાને લેવાય તેવી રજૂઆત માટે જૈનસમાજના ચારેય ફિરકાના આગેવાનો પણ પહોંચ્યાં હતાં. જૈનસમાજને ટિકિટ ફાળવાય અને નિરવ શાહને ઉમેદવાર તરીકે પસંદ કરાય તો વિક્રમજનક બહુમતિથી વિજય અપાવવા માટેનો દાવો પણ પ્રદેશ નિરીક્ષકો સમક્ષ કરાયો હતો.
પૂર્ણેશ મોદી કે નિરવ શાહ? શહેર ભાજપમાં વાત વહેતી થઈ
સોમવારે દાવેદારોની રજૂઆત સાંભળવા માટેની ઔપચારિકતા પૂરી થયા પછી શહેર ભાજપમાં ઉમેદવાર કોણ હશે, તેના માટેની વાતોએ વાયુનું સ્વરૂપ લીધું હતું. તેમાં મોઢવણિક સમાજમાંથી શહેર પ્રમુખ પૂર્ણેશ મોદી અથવા નરેન્દ્ર ગાંધી અથવા જૈનસમાજમાંથી નિરવ શાહને ઉમેદવાર તરીકે પસંદ કરાય તેવી ચર્ચાતુ રહ્યું હતું.
ચાર દાવેદારોની પેનલ બનાવાઈ?
દિવસ દરમિયાન રજૂઆતોનો દૌર ચાલ્યો હતો તેમાં આમતો ૩પ જેટલાં દાવેદારોની રજૂઆત સાંભળવામાં આવી હતી. જોકે, ભાજપના વર્તુળો દ્વારા તેમાં ૩૦ જેટલાં દાવેદારોની ગણતરીને ધ્યાને લઈ શકાય તેવી ગણાવી હતી. જોકે, પ્રદેશ નિરીક્ષકોની સામે થયેલી રજૂઆતોમાં શહેર પ્રમુખ પૂર્ણેશ મોદી, નિરવ શાહ, નરેન્દ્ર ગાંધી, મુકેશ દલાલ, હેમાલી બોઘાવાલા સહિ‌તના આગેવાનોની રજૂઆતને અગ્રહરોળમાં મૂકવામાં આવી હોવાનું કહેવાય છે. પ્રદેશ નિરીક્ષકો દ્વારા સાંજે શહેરની નેતાગિરીની સાથે પણ ઔપચારિક ચર્ચા કરી હતી, તેમાં મોઢવણિક સમાજમાંથી બે, જૈનસમાજમાંથી એક અને એક મહિ‌લા એમ ચાર દાવેદારોનું શો‌ર્ટલિસ્ટ બનાવીને પ્રદેશ નેતાગિરીને રજૂઆતના સેન્સ સોંપવા માટેની વાત થઈ હોવાનું શહેર ભાજપના વર્તુળોનું કહેવું હતું.