• Gujarati News
  • ગંગાનો ઘટસ્ફોટ, જમનાના ૃચ્ ’પુત્રનો પિતા નારાયણ સાંઇ છેનારાયણ સાંઇની વધુ એક પાપલીલા ખૂલી, ઝડપાય

ગંગાનો ઘટસ્ફોટ, જમનાના ૃચ્/’પુત્રનો પિતા નારાયણ સાંઇ છેનારાયણ સાંઇની વધુ એક પાપલીલા ખૂલી, ઝડપાયા બાદ ડીએનએ ટેસ્ટ થશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. સુરત
ઉદેપુરથી ઝડપાયેલી નારાયણ સાંઇની સેવિકા ગંગા અને તેના પતિ પ્રમોદે એવો ઘટસ્ફોટ કર્યો છે કે નારાયણ સાંઇની સેવિકા તરીકે જ કામ કરતી ગંગાની બહેન જમનાના આઠ વર્ષના પુત્રનો બાપ ખરેખર નારાયણ સાંઇ જ છે. નારાયણ સાંઇએ તેના આશ્રમમમાં સંચાલિકા કે સેવિકા તરીકે રહેતી મોટાભાગની યુવતીઓ સાથે દુરાચાર આચર્યો છે તેવા સુરત દુષ્કર્મ કેસની પીડિતાના નિવેદનને આ ઘટસ્ફોટથી સમર્થન મળ્યું છે. જોકે, પોલીસ હવે નારાયણ સાંઇ જયારે પણ ઝડપાશે ત્યારે તેના અને જમનાના પુત્રના ડીએનએની તપાસ કરાવશે. જમના પણ હજુ ફરાર જ છે.
દુષ્કર્મ કેસના આરોપી નારાયણ સાંઇની મુખ્ય સાધિકાઓમાંની એક ગણાતી એવી ગંગાની ધરપકડ બાદ તેણે પોલીસ રિમાન્ડ દરમિયાન જે માહિ‌તી આપી છે તે મુજબ, મોટી બહેન જમનાનો જે ૮ વર્ષનો દીકરો છે તે જમનાના પતિનો નહીં પણ નારાયણ સાંઇનો છે. ગંગાના પતિ પ્રમોદે પણ ગંગાએ ઓપેલી માહિ‌તીને સમર્થન આપ્યું હતું..
મૂળ વડોદરાના ભાયલીની વતની એવી ૩૭ વર્ષીય જમના ઉર્ફે ભાવના પટેલ અને તેની નાની બહેન ગંગા૧૭ વર્ષ પહેલાં આશ્રમમાં આવ્યાં હતાં. આ બંને બહેનો નારાયણ સાંઇની એટલી નજીક આવી ગઈ હતી તેમણે નારાયણ સાંઇએ પોતાની મુખ્ય સાધિકા બનાવી દીધી હતી. વર્ષ ૨૦૦૪માં જમનાને આવેલા ગાંભોઈ આશ્રમમાં રાખી હતી. જ્યાંનો હિ‌સાબ-કિતાબ સુરતની પીડિત યુવતી રાખતી હતી. જમના અને ગંગા વર્ષોથી અલગ અલગ યુવતીઓને નારાયણ સાંઇ પાસે લઈ જતી હતી. આ સિવાય કેટલીક વખત નારાયણ સાંઇ જમના સાથે પણ શરીર સંબંધ બાંધતો હતો. વર્ષ ૨૦૦પમાં જમનાએ એક પુત્રને જન્મ આપ્યો હતો. જમના પરિણીત હતી એટલે તેના બાળકના પિતૃત્વ અંગે ત્યારે કોઇએ સવાલ ઉઠાવ્યો ન હતો. ગંગા અને તેનો પતિ પ્રમોદ મિશ્રા હાલ પોલીસ રિમાન્ડ દરમિયાન એવી કબૂલાત કરી રહ્યા છે કે, જમનાનો જે પુત્ર છે તે નારાયણ સાંઇનો છે.
નારાયણ સાંઇએ જમના સાથે શરીર સંબંધ બાંધ્યા હતા, જેના કારણે જમના ગર્ભવતી બની હતી પછી પુત્રને જન્મ આપ્યો હતો. નારાયણ સાંઇને ભાગેડું જાહેર કર્યા બાદ હવે તે પકડાશે ત્યારે તેનો ડીએનએ ટેસ્ટ કરવામાં આવશે. આ સિવાય જમનાના પુત્રનો પણ ડીએનએ ટેસ્ટ કરી બંને પિતા-પુત્ર છે કે કેમ? તેની ચકાસણી કરાશે.