• Gujarati News
  • પતિના ત્રાસથી ૮ માસના ગર્ભ સાથે પરિણીતાનો આપઘાત

પતિના ત્રાસથી ૮ માસના ગર્ભ સાથે પરિણીતાનો આપઘાત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરોલી પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ અમરોલીની રઘુવીર સોસાયટી ગલી નંબર-૪ ખાતે રહેતા મોન્ટુ કાન્હુભાઈ બહેરાની મોટી બહેન સરસ્વતી ઉર્ફે સુમન ((૨પ)) અને છાપરાભાઠા રોડ પરની મઘુવન સોસાયટીના હરીદર્શન એપા‌ર્ટમેન્ટ ખાતે રહેતા બીજ્ય ગજેન્દ્રભાઈ રાઉત ((૨૭))બંનેએ પ્રેમલગ્ન કરી લીધા હતાં. પ્રેમલગ્ન છતાં બિજય સરસ્વતીને મારઝૂડ કરતો હતો. વળી લગ્ન બાદ તેણી ગર્ભવતી પણ હતી તેમ છતાં બિજય સરસ્વતીને ત્રાસ આપતો હતો. નજીવી બાબતોમાં ઝઘડો કરી મારઝૂડ કરતો તેમજ માતા-પિતાની પાસેથી એક લાખ રૂપિયા લઈ આવવાનું દબાણ કરતો હતો. પ્રેમલગ્ન કરવા છતાં સરસ્વતીને પતિ તરફથી દગો જ મળ્યો હોવાના વિચારે તે ભાંગી પડી હતી અને આઠ માસનો ગર્ભ હોવા છતાં તેણે ગત ૮ નવેમ્બરના રોજ ફાંસો ખાઈ લઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે મૃતક સરસ્વતિના ભાઈ મોન્ટુએ અમરોલી પોલીસ મથકે તેની બહેન સાથે પતિના વર્તન અને અમાનુષી અત્યાચાર તથા દહેજની માંગણી સંદર્ભે ફરિયાદ કરતા પીએસઆઈ કે.કે.ગોહિ‌લે તપાસ હાથ ધરી છે.