સીબીઆઈ ગેરકાયદે છે?

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાહાટી હાઇકો‌ર્ટે સીબીઆઇ માટે આપેલા અભિપ્રાય પર સુપ્રીમ કો‌ર્ટે સ્ટે આપતાં કેન્દ્ર સરકારને હાલ પૂરતી રાહત મળી છે, પરંતુ સાથે એ પણ ઉઘાડું પડયું છે કે સરકારો કેટલી બેફિકરાઇથી કામ કરે છે. ગુવાહાટી હાઇકો‌ર્ટે એવું જણાવ્યું હતું કે સીબીઆઇ દિલ્હી સ્પે.પોલીસ એસ્ટાબ્લિસમેન્ટ((ડીએસપીઇ))નો હિ‌સ્સો નથી.૧લી એપ્રિલ ૧૯૬૩ના જે સરકારના જે ઠરાવ થકી સીબીઆઇની રચના થઇ, તેના પર રાષ્ટ્રપતિએ સહી કરી નહોતી. આથી એવું પણ ન કહી શકાય કે સીબીઆઇની રચના સરકારના નિર્ણયથી થઇ છે. આ નિર્ણયથી સીબીઆઇના વિવિધ અદાલતોમાં ચાલતા ૯૦૦૦ કેસો અને સીબીઆઇ દ્વારા ચાલી રહેલા ૧૦૦૦ કેસોની તપાસની વૈધાનિકતા સંદિગ્ધ થઇ ગઇ. સુપ્રીમ કો‌ર્ટના સ્ટેથી હાલ પૂરતું તો સંકટ ટળ્યું છે, પરંતુ સીબીઆઇ સત્તાવાર એજન્સી છે કે નહીં તે હજુ નક્કી થવાનું બાકી છે. ત્રણ વર્ષ પહેલાં કોંગ્રેસના સાંસદ મનીષ તિવારીએ સંસદમાં આ મુદ્દો ઊઠાવ્યો હતો કે જેની કાયદેસરતા જ શંકાસ્પદ છે એવા કાયદા હેઠળ સીબીઆઇને સરકાર કેમ ચલાવી રહી છે? પરંતુ સરકારે તેમની દલીલને નકારી કાઢી હતી. હવે ગુવાહાટી હાઇકો‌ર્ટે લગભગ એ જ તર્કોને આધાર ગણીને એવો નિર્ણય દર્શાવ્યો છે કે સીબીઆઇ એક પોલીસ ફો‌ર્સ તરીકે કામ કરી શકે નહીં. સુપ્રીમ કો‌ર્ટે ભૂતકાળના અનેક ચુકાદાઓમાં સ્વીકાર્યું છે કે સીબીઆઇ ડીએસપીઇ કાયદા હેઠળ રચાઇ છે. આ દલીલોની કાયદેસરતા હવે પછી નક્કી થશે, પરંતુ જો સરકારે સીબીઆઇની રચના અલગ અને સુસ્પષ્ટ કાયદા હેઠળ કરી હોત તો આ વિવાદ ઊભો ન થયો હોત. વાસ્તવમાં આવી એજન્સીઓની કાયદેસરતાના પ્રશ્નને હલ કરવાની જરૂર છે, જેને માટે મનીષ તિવારીએ ધ્યાન દોર્યું હતું.