• Gujarati News
  • ગાંધી વિચારોથી પ્રેરાઈને આરામની જિંદગી ત્યજી

ગાંધી વિચારોથી પ્રેરાઈને આરામની જિંદગી ત્યજી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આયરલેન્ડમાં રહેતા માર્ક બોયલે પોતાનું ઘર, પૈસા અને નોકરી બધું જ છોડી દીધું છે. હવે તેની પાસે કોઈ બેન્ક એકાઉન્ટ નથી કે સંપત્તિ પણ નથી. તેના જીવનમાં આ પરિવર્તન મહાત્મા ગાંધી પર બનેલો વીડિયો ધ ગાંધી’ જોઈને આવ્યો છે. ગાંધીજીના વિચાર બી દ ચેન્જ યુ વોન્ટ ટુ સી ઇન ધ વલ્‌ર્ડ‌’ની માર્ક પર એટલી અસર થઈ કે તેણે તેને પોતાના જીવનનો ઉદ્દેશ્ય બનાવી લીધા છે. હવે તે સંઘર્ષ કરીને જીવન પસાર કરવા માગે છે. માર્કે જણાવ્યું કે, સાત વર્ષ પહેલાં તે આવું કરવા અંગે વિચારી પણ શકતો ન હતો. બિઝનેસ અને ઇકોનોમિક્સમાં ડિગ્રી લીધા બાદ તે એક ઓર્ગેનિક કંપનીમાં કામ કરતો હતો. તેની પાસે ખુબ પૈસો અને જીવનની તમામ સુવિધાઓ હતી. હવે તેને લાગે છે કે વપરાશકર્તા અને વપરાશ વચ્ચેનો દાયરો ઘણો વધી ગયો છે. પૈસાથી ખુશી મળતી નથી. સુવિધાઓના અભાવમાં અગાઉ કરતાં વધુ ખુશ છું. ઇઞ્ોર્‍ગ્ૃજ્ર્‍ચ્ત્ર્‍ચ્.ેગ્ક્