• Gujarati News
  • ફેક્ટરીમાં મજૂર બનીને સત્ય શોધ્યું

ફેક્ટરીમાં મજૂર બનીને સત્ય શોધ્યું

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટોરેન્ટો સ્ટારની ગ્લોબલ એનવાયર્નમેન્ટ રિપો‌ર્ટર રવીના ઓલખ ઇન્વેસ્ટિગેટિવ રિપોટિગ સાથે ચર્ચામાં છવાઈ ગઈ છે. ગયા મહિ‌ને ઢાકાની એક કાપડ ફેક્ટરીમાં કામની ખરાબ સ્થિતિ અંગે તેણે એક અસરકારક સ્ટોરી કરી. જેને માટે તેણે અનેક દિવસ સુધી ફેક્ટરીમાં મજુર બનીને કામ કર્યું. રવીનાએ જણાવ્યું કે, એ જ્યારે ત્યાં પહોંચી ત્યારે ૯ વર્ષની મીમ, તેની બોસ હતી. ૧૨ કલાક કામ કરતી આ બાળકીનું સપનું મશીન ઓપરેટર બનવાનું હતું. હું અહીં બાળકીઓ કેવી સ્થિતિમાં કામ કરે છે એ જાણવા માગતી હતી. આ સ્ટોરી પ્રકાશિત થતાં અનેક લોકો મીમની મદદ માટે તૈયાર થયા હતા. આ સ્ટોરીની અસરથી ૧૩૬ રિટેલ‌ર્સે ઉઝબેકિસ્તાન પાસેથી કોટન નહીં ખરીદવાનો નિર્ણય લીધો છે, કેમ કે ત્યાં પણ બાળકો ખરાબ વાતાવરણમાં કામ કરવા મજબુર છે. ઇઞ્ોર્‍જ્ઞ્ૂચ્.ેગ્ક્