• Gujarati News
  • કુલપતિ ડો. અક્ષય અગ્રવાલના સીધા સંકલનથી પાંચ ઝોન માટે ફાળવાયેલ પાંચ સ્કવોડના સભ્યો ખૂબ જ ખાનગી ર

કુલપતિ ડો. અક્ષય અગ્રવાલના સીધા સંકલનથી પાંચ ઝોન માટે ફાળવાયેલ પાંચ સ્કવોડના સભ્યો ખૂબ જ ખાનગી રીતે વિવિધ પરીક્ષા કેન્દ્રોમાં ગેરરીતિતો નથી થતીને? આ બાબતની ચકાસણી કરશે ૃચ્/’ કુલપતિ ડો. અક્ષય અગ્રવાલને જે તે પરીક્ષા કેન્દ્રોમા ગેરરીતિ થઈ રહી છે તે અંગેની બાતમી મળ્યા બાદ તેમના દિશા નિર્દેશ બાદ સ્પેશિયલ સિક્રેટ સ્કવોડ આ કેન્દ્રોમાં ત્રાટકશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. અમદાવાદ
ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિ‌ટી ((જીટીયુ)) સાથે સંકળાયેલ ઈજનેરી-ફાર્મસી-એમબીએ-એમસીએ વિદ્યાશાખાની સ્નાતક- અનુસ્નાતક કક્ષાની ૪પ૦ જેટલી કોલેજોના પાંચ લાખ જેટલા વિદ્યાર્થીઓની પરીક્ષાઓનો ૨પમી નવેમ્બરથી પ્રારંભ થઈ રહ્યો છે. આ પરીક્ષાઓ દરમ્યાન કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન આચરવામાં આવે, અનિચ્છનીય બનાવ ન બને તેની સઘન ચકાસણી કરવા માટે જીટીયુ દ્વારા પરીક્ષા વિભાગની ર્નોમલ-રૂટીન સ્કવોડ ઉપરાંત પાંચ ઝોનમાં આવતા પરીક્ષા કેન્દ્રો માટે કુલપતિના સીધા જ સંકલન સાથેની પાંચ જેટલી સ્પેશિયલ સિક્રેટ સ્કવોડનું ગઠન કરવામાં આવ્યું છે. કુલપતિ ડો. અક્ષય અગ્રવાલને પરીક્ષા દરમ્યાન જેવી ગેરરીતિ અંગેની બાતમી મળશે તે પછીથી તરત જ તેમના દિશાનિર્દેશ મુજબ આ સ્પેશિયલ સ્કવોડ ગેરરીતિને પ્રોત્સાહન આપનાર કેન્દ્રો પર સીધી જ ત્રાટકશે.
સૌથી રસપ્રદ બાબત એ છે કે કુલપતિ ડો. અગ્રવાલના સીધા જ સંકલનથી કાર્યરત પાંચ જેટલી સ્કવોડના સભ્યોને અન્ય સ્કવોડના સભ્યની જાણકારી નહીં હોય.
અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિ‌તના રાજ્યભરના વિવિધ શહેરોમાં આવેલી આશરે ૪પ૦ જેટલી ઈજનેરી-ફાર્મસી- એમબીએ-એમસીએ વિદ્યાશાખાની કોલેજોના આશરે પાંચ લાખ જેટલા વિદ્યાર્થીઓની વિવિધ સેમેસ્ટરની પરીક્ષાઓનું ૩૦૦ જેટલા પરીક્ષા કેન્દ્રોમાં આયોજન કરાયું છે. આ પરીક્ષા દરમ્યાન કોઈ પણ પ્રકારની કોપી કે ચોરી ન થાય તે માટે જીટીયુના પરીક્ષા વિભાગના સંકલનથી આશરે ૩૦૦ જેટલા પરીક્ષા કેન્દ્રોમાં નિરીક્ષણ કામગીરી માટે સઘન તંત્ર ગોઠવવામાં આવ્યું છે જે અંતર્ગત અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, વડોદરા, સુરત એમ પાંચ ઝોન માટે પ્રત્યેક ઝોનની ત્રણ સ્કવોડના હિ‌સાબે કુલ ૧પ જેટલી સ્કવોડ નિરીક્ષણ કામગીરી માટે સજ્જ કરાઈ છે. આ સ્કવોડ માત્ર જીટીયુના પરીક્ષા નિયામક સહિ‌તના વિવિધ પદાધિકારીઓના સીધા જ સંકલનથી પરીક્ષા દરમ્યાન કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટેની સઘન ચકાસણી કરશે.
આ સ્કવોડ ઉપરાંત કુલપતિ ડો. અક્ષય અગ્રવાલના સીધા જ સંકલનથી પાંચ ઝોન માટે પાંચ સ્કવોડનુ ગઠન કરાયું છે, આ સ્કવોડની જાણકારી માત્ર ને માત્ર કુલપતિને જ હશે. જીટીયુના પરીક્ષા નિયામક સહિ‌તના વરિષ્ઠ પદાધિકારીઓ પણ આ બાબતની જાણકારી નહીં હોય.