• Gujarati News
  • વોલેટિલિટી છતાં લાંબા ગાળાની ચાલ સફળ રહેશે

વોલેટિલિટી છતાં લાંબા ગાળાની ચાલ સફળ રહેશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિક્રમ સંવત ૨૦૭૦ અનેક આશાવાદ લઇને આવ્યું છે. ખાસ કરીને લાંબાગાળાના રોકાણકારો માટે આ વર્ષ ખૂબજ પ્રોત્સાહક રહેવાની સંભાવના છે. તેના પ્રતિબિંબરૂપે છેલ્લાં કેટલાંક સપ્તાહથી બજારમાં ખૂબ જ અસ્થિરતા જોવા મળી રહી છે. જોકે સ્થાનિક સ્તરે આપણે ફુગાવો, મંદ વિકાસદર અને ખાસ અગત્યનું પરિબળ એવી ચૂંટણીનો સામનો કરી રહ્યા છીએ. ખાસ ચર્ચાસ્પદ એવા ક્યૂઈ ટેપિંરગનો મુદ્દો પણ સમગ્ર વિશ્વની નજરમાં છે.
તાજેતરનાં ભૂતકાળમાં કેટલીક સકારાત્મક ઘટનાઓ બની છે. હૂંડિયામણ બજારમાં આવેલી સ્થિરતા અને આરબીઆઈની નીતિઓ સ્પષ્ટ થવાને કારણે બજારનો વિશ્વાસ વધ્યો છે. મારી સમજ અનુસાર ફેડને તેના રાહત પેકેજો ઘટાડવાની કોઈ ઉતાવળ નથી તે સમગ્ર વિશ્વનાં બજારો માટે સારા સમાચાર છે. સમગ્ર વિશ્વનાં શેરસૂચકાંકો નવી ઊંચાઈઓ સર કરી રહ્યા છે તે પણ આગામી થોડા સમય સુધી ચાલુ રહે તેવી શક્યતાઓ જણાઈ રહી છે.
છેલ્લાં કેટલાંક વર્ષોમાં લાંબા ગાળાની રીતે જોઇએ તો આપણે કોન્સોલિડેશનના તબક્કામાંથી પસાર થઈ રહ્યા છીએ. નિફ્ટીના કેટલાંક ક્ષેત્રો બજાર કરતાં પણ સારો દેખાવ કરી રહ્યાં છે. પ્રાથમિક વપરાશ અને નિકાસના શેરો સારો દેખાવ કરી રહ્યા છે. જ્યારે ઇન્ફ્રા, રિયલ્ટી અને મેટલ શેરોનો દેખાવ નબળો રહ્યો છે.
નિફ્ટીમાં પ૯૦૦ ઉપર સપો‌ર્ટ
હાલમાં નિફ્ટી કરેક્શનના તબક્કામાંથી પસાર થઈ રહી છે તેને મજબૂત સપો‌ર્ટ પ૯૦૦ ઉપર મળવાની શક્યતા છે. નિફ્ટી આ સ્તર કરતાં નીચે જાય તો સાવચેતી રાખવી. તેનાથી વિપરીત દિશામાં એટલે કે ઉપરની તરફ નિફ્ટી તેની ટોચને અડીને પાછી ફરી છે પરંતુ તેને પાર કરવામાં નિષ્ફળ રહી છે. અમારું એમ માનવું છે કે આગામી દિવસોમાં નિફ્ટી તેની ઐતિહાસિક ટોચ બનાવશે.
ચાલુ માસ દરમિયાન રૂપિયામાં ૬૦.૨પનું મજબૂત સપો‌ર્ટ રહેશે. જો રૂપિયો ૬૨.૭૦ની સપાટી તોડશે તો વધુ નબળાઈની શક્યતાઓ રહેશે.
મોટા જોખમો ટાળી શકાય
હાલના સંજોગો અનુસાર ડેરિવેટિવ્સમાં વેપાર કરીને સારી એવી કમાણી કરી શકાય છે. જે લોકોને ઓપ્શન વિશે જાણકારી હોય તેઓ સારી એવી કમાણી કરી શકે છે. જે લોકો ઓપ્શન જાણે છે તેઓ તેનો ઉપયોગ કરીને તેને હેિંજગ તરીકે વાપરી શકે છે. ઓપ્શન વીમા જેવું છે તેના ઉપયોગ થકી મોટાં જોખમો ટાળી શકાય છે પરંતુ તે અંગેની જાણકારી હોવી જરૂરી છે.
મૂડીરોકાણ ક્યાં કરશો?
આપણે ચૂંટણી તરફ આગળ વધી રહ્યાં હોવાને કારણે અમે બજાર અંગે સકારાત્મક છીએ. વોલેટિલિટી વધારે હોવાને કારણે રોકાણકારોને સારી એવી તક મળશે. જ્યારે પણ અર્થપૂર્ણ કરેક્શન આવે ત્યારે હાઇ બિટા સ્ટોક ખરીદવાની સલાહ આપીએ છીએ. નિકાસ અને વપરાશના શેરો લાંબા ગાળાનાં રોકાણ માટે પો‌ર્ટફોલિયોમાં રાખો. નજીકના ગાળા માટે ખાનગી બેન્કો, એનર્જી અને કેપિટલ ગુડ્ઝના શેરો ખરન્દો. મિડકેપના શેરોમાં ખૂબ જ સાવધ રહો તેમાં ખરીદો અને નફો બુક કરોની નીતિ અપનાવો.
- લેખક કોટક સિક્યોરિટીઝના ડે.વા. પ્રેસિડેન્ટ છે