• Gujarati News
  • બરોડા રેયોનના ૨૨૦૦ કર્મચારીઓનું ૃચ્ ’ભાવિ આજે હાઇકો‌ર્ટ નક્કી કરશે

બરોડા રેયોનના ૨૨૦૦ કર્મચારીઓનું ૃચ્/’ભાવિ આજે હાઇકો‌ર્ટ નક્કી કરશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. સુરત
બરોડા રેયોન ર્કોપોરેશન ((બીઆરસી))ના ૨૨૦૦ કર્મચારીઓના પગાર, બોનસની રકમનું ભાવિ સોમવારે નક્કી થશે. તાજેતરમાં લવાદી કો‌ર્ટે કર્મચારીઓની તરફેણમાં ચુકાદો જાહેર થયો હતો તેનો ઓ‌ર્ડ‌ર સોમવારે હાઇકો‌ર્ટમાં થવાનો છે.તમામ કર્મચારીઓ હાઇકો‌ર્ટના ઓ‌ર્ડ‌રની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે.લવાદ કો‌ર્ટે કંપનીના સંચાલકોને ૨૦૦૪થી ૧૦ ટકા વ્યાજ સાથે તમામ રકમ ચુકવી દેવાનો ચુકાદો આપ્યો હતો.
છેલ્લાં દશ વર્ષથી પોતાના હક્ક માટે લડત આપતા બીઆરસીના કર્મચારીઓના કેસમાં ૨૩ ઓકટોબેરે લવાદી કો‌ર્ટે એવો ચુકાદો આપ્યો હતો કે બીઆરસી કંપનીના સંચાલકોએ ૨૦૦૪થી કર્મચારીઓના પગાર, બોનસ, હક રજાની રકમ ૧૦ ટકા વ્યાજ સાથે ચુકવી આપવી.બીઆરસીના ૨૨૦૦ કર્મચારીઓને લગભગ ૨૦૦ કરોડથી વધુ રકમ ચુકવવાની થશે.લવાદી કો‌ર્ટે તો પોતાના ચુકાદો સંભળાવી દીધો હતો, પણ હવે સોમવારે ચુકાદાનો ફાઇલન ઓ‌ર્ડ‌ર હાઇકો‌ર્ટ જાહેર કરશે.