• Gujarati News
  • નારાયણ સાંઇ કેસની તપાસ કરતા અઈડ મુનશી પાસેથી તપાસ આંચકી લેવાઈ

નારાયણ સાંઇ કેસની તપાસ કરતા અઈડ મુનશી પાસેથી તપાસ આંચકી લેવાઈ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. સુરત
સુરત પોલીસે નારાયણ સાંઇ સામે દુષ્કર્મનો કેસ નોંધી તો દીધો પરંતુ તેની તપાસમાં શરૂઆતથી જ પોલીસને કોઈ ખાસ સફળતા મળી ન હતી. ઉચ્ચ અધિકારીઓનું સતત સુપરવિઝન હોવા છતાં ગુના નોંધાયાના ૩પમા દિવસે પણ પોલીસ નારાયણ સાંઇને શોધી શકી નથી. સૌથી સિનિયર એસીપી એવા આર. એ. મુનશી પાસે તપાસ કરાવવામાં આવી પરંતુ તેમાં પણ કેટલીક આશંકાઓ હોઈ તેમની પાસેથી તપાસ આંચકી લઈ એફ ડિવિઝનના એસીપી મુકેશ પટેલને સોંપાઈ છે.
પહેલા દિવસથી જ મોઢું બગાડયું હતું : ૬ઠ્ઠી ઓક્ટોબરે સુરત પોલીસે નારાયણ સાંઇ સહિ‌ત ચાર ઇસમો સામે જ્યારે ગુનો નોંધ્યો ત્યારે તપાસ એસીપી મુનશીને સોંપવાની જાહેરાત પોલીસ કમિશનરે કરી હતી. કમિશનર કચેરીની બહાર જ એસીપીએ મોઢું બગાડયું હતું અને પોતાના રિટાય‌ર્ડ‌ થવા માટે બાકીના દિવસો ગણાવી દીધા હતા. જોકે, હવે તબિયતનું બહાનું ધરીને એસીપી પાસેથી તપાસ લઈ તો લેવાઈ પણ તેની પાછળ કોઈ અન્ય કારણ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
મુનશી હંમેશા વિવાદમાં : એસીપી આર. એ. મુનશી જ્યારથી સુરત આવ્યા છે ત્યારથી જ તેઓ કોઈને કોઈ વિવાદ સાથે જોડાયેલા જ રહ્યા છે. તેઓ એસીપી એ ડિવિઝનમાં હતા ત્યારે તેમણે ર્કોપોરેટરને જાહેર માર માર્યો હતો. ત્યારે ધારાસભ્યોથી લઈ વરાછાના ર્કોપોરેટ‌ર્સ તથા સ્થાનિક લોકોએ વરાછા પોલીસ મથકે હલ્લો કર્યો હતો. એવી કપરી સ્થિતિ આવી પડી હતી કે, સ્થાનિક પોલીસને પોલીસ મથક છોડીને જવું પડયું હતું અને પછી ઉચ્ચ અધિકારીએ મધ્યસ્થી કરી મામલો થાળે પડયો હતો. પછી તેમને જી ડિવિઝનના એસીપી બનાવવામાં આવ્યા. જ્યાં પણ તેમનો કાર્યકાળ ખૂબ જ વિવાદી રહ્યો. તેમણે જમીનોના કબજા માટે ખોટી રીતે અટકાયતી પગલા લીધા, ભૂતકાળમાં દાઉદ ઇબ્રાહિ‌મને પકડનારા પીએસઆઈ પટેલ સામે ગેરરીતિના રિપો‌ર્ટ્સ કરીને તેમને સસ્પેન્ડ કરાવ્યા હતા.