• Gujarati News
  • કતારગામમાં ૧૦ જુગારીના ટોળા પાછળ પોલીસ ખુલ્લા ખેતરમાં દોડી

કતારગામમાં ૧૦ જુગારીના ટોળા પાછળ પોલીસ ખુલ્લા ખેતરમાં દોડી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કતારગામમાં શનિવારે સાંજના સમયે અંકુર સ્કૂલ પાછળ આવેલા ખુલ્લા ખેતરમાં છાપો માર્યો હતો. જ્યા અંદાજીત આઠથી દસ જુગારીઓ પોલીસને જોઇને ત્યાથી ભાગ્યા હતા. અને ત્રણ ઇસમોને ભાગવા જતા પકડી લીધા હતા. જેમાં પોલીસે ગંજીપાના પાના વડે હારજીતનો જુગાર રમતા રમાડતા વિજય પટેલ(( ઉ.વ.૨૬, રહે. અમરોલી)), મન્ના ભાંભોર ((ઉ.વ.૨૪, રહે. અમરોલી)) તથા વજુભાઇ રાઠોડ ((ઉ.વ.૩૭, રહે. કતારગામ))ને ઝડપી લઇ અંગઝડતીમાં રોકડા રૂ. ૨૦૭૦ તથા દાવ પરના રોકડા રૂ. ૩૭૦ તથા રૂ. ૧પ૦૦ના ત્રણ ફોન મળી કુલ રૂ. ૩૯૪૦ની મત્તાનો મુદ્દામાલ જ કર્યો હતો. બનાવ અંગે વધુ તપાસ હે.કો. મોહનભાઇ કરી રહ્યા છે.