• Gujarati News
  • ભાસ્કર ન્યૂઝ. કતારગામૃચ્ ’કતારગામમાં સમી સાંજે અંકુર સ્કૂલની પાછળ ખુલ્લા ખેતરમાં જુગાર રમાઇ રહ

ભાસ્કર ન્યૂઝ. કતારગામૃચ્/’કતારગામમાં સમી સાંજે અંકુર સ્કૂલની પાછળ ખુલ્લા ખેતરમાં જુગાર રમાઇ રહ્યો છે તેવી બાતમી મળતા પોલીસ જુગારના સ્થળે પહોંચી ગઇ હતી. જેને જોઇને દસ જુગારીઓની ટોળકી ભાગી છુટી હતી. જો કે પોલીસે ત્રણને પાછળ પડીને ઝડપી પાડયા હતા.

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોટા વરાછામાં પેડર રોડ પર આવેલી સનસિટી રો હાઉસના ઘર નં. ૮૨માં રહેતા અને ગારીયાધાર તાલુકાના ડમરાળા ગામના વતની અતુલભાઇ ઘનશ્યામભાઇ દુધાત ((ઉ.વ.૨૧))ના ઘરે તા. ૬ નવેમ્બરના રોજ બપોરના સમયે બેડરૂમનો દરવાજો તોડી મકાનમાં ઘૂસીને કોઇ ચોર ઇસમ ઘરમાં ઘૂસ્યો હતો. વેકેશનની રજામાં મોટો હાથ મારી શકે તેવી સોસાયટીમાં આવેલા ચોરને ઘરમાંથી કોઇ બીજી કિંમતી ચીજવસ્તુ ન મળતા તે બે જીન્સના પેન્ટ અને કમર બેલ્ટ મળી કુલ રૂ. ૧૧,૦૦૦ની મત્તાની ચોરી કરી ફરાર થઇ ગયો હતો. પોલીસે શંકાના આધારે વોચમેન દિલીપ ભગત થાપા((રહે. સનસિટી સોસાયટી, મોટા વરાછા))ની અટકાયત કરી પુછપરછ શરૂ કરી હતી.